કોરોના સામે લડવા કરો આ 4 પ્રાણાયમ, ઈમ્યૂનિટી થશે મજબૂત

PC: langimg.com

રોગ પ્રતિકાત્મક શક્તિ શરીરને એવું સુરક્ષા કવચ પ્રદાન કરે છે જેને કારણે માનવી ઘણાં પ્રકારની બીમારીઓથી બચી શકે છે. શરદી-ખાંસીથી લઈ ઘણા પ્રકારની ચેપી બીમારીઓ પણ ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોવાના કારણે તમારી પાસે ભટકશે નહીં. પણ આ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે તમે પ્રાણાયમનો સહારો પણ લઈ શકો છો. યોગ દ્વારા રોગ પ્રતિકાત્મક શક્તિ વધારી શકાય છે. આ પ્રાણાયમો કરવાથી ઈમ્યૂની મજબૂત થશે..

અનુલોમ વિલોમઃ

આ પ્રાણાયમ કરવાથી શરદી ખાંસી જેવી સમસ્યા સારી થઈ જશે અને તમારું શ્વસન તંત્ર પણ સક્રિય રીતે કામ કરતું થઈ જશે.

આ રીતે કરો- પહેલા યોગમુદ્રામાં બેસો. હવે જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરો પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લો. હવે આંગળીઓથી જમણી તરફનો નસકોરો બંધ કરો અને જમણા નસકોરા પરથી અંગૂઠો હટાવી દો અને જમણા નસકોરા દ્વારા શ્વાસ બહાર કાઢો. પછી જમણા નસકોરાથી 4-5 ગણતરી સુધી શ્વાસ અંદર લો અને જમણા નસકોરાને બંધ કરીને ડાબા નસકોરાને ખોલીને 8-9 ગણતરી કરતાં શ્વાસ બહાર છોડો. આ પ્રાણાયમ 5થી 15 મિનિટ સુધી રોજ કરો. પણ શરૂઆત 5 મિનિટથી કરો.

ઉદગીથ પ્રાણાયમઃ

આ પ્રાણાયમને તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો. જેના દ્વારા ઈમ્યૂન સિસ્ટમ ઘણી સારી રીતે બૂસ્ટ થશે.

આ રીતે કરો- પહેલા તો યોગ મેટ પાથરી લો. હવે યોગમુદ્રામાં બેસી જાઓ અને ઊંડો શ્વાસ ભરો. હવે ઓમનું ઉચ્ચારણ કરતા ધીમે ધીમે શ્વાસ નાક દ્વારા છોડો. આ પ્રાણાયમને 5 મિનિટ સુધી કરી શકો છો.

ભ્રામરીઃ

આ પ્રાણાયમ બલ્ડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. અને જો તમને માઈગ્રેનથી પીડિત હોઉ તો આ પ્રાણાયમ જરૂર કરો.

આ રીતે કરો- યોગમુદ્રામાં બેસી પહેલી આંગળી માથા પર રાખો. અન્ય ત્રણેય આંગળીઓ આંખ પર રાખી હળવું પ્રેશર આપો. આંખો બંધ રાખવી. હવે અંગૂઠા વડે કાનને બંધ કરો. આ સ્થિતિમાં ઓમકારનું નાદ કરો અને શ્વાસ અંદર ભરીને ઓમનું નાદ કરો. ઓછામાં ઓછું 5 થી 7 મિનિટ ત્રણથી પાંચવાર આ રીતે કરો.

કપાલભાતિઃ

કપાલભાતિ દ્વારા પણ રોગ પ્રતિકાત્મક શક્તિ વધારી શકાય છે. આ પ્રાણાયમ કરવાથી શ્વસન તંત્ર સક્રિય રીતે કામ કરે છે અને તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવામાં પણ મદદ કરે છે.

આ રીતે કરો- પહેલા તો આસન પાથરી બેસી જાઓ. હવે ઊંડો શ્વાસ ભરો અને પેટને એકદમ ઢીલું છોડતા શ્વાસ બહાર છોડો. શ્વાસ બહાર કાઢશો તો પેટ અંદર જશે. બહુ તાકાતનો ઉપયોગ ન કરવો. એકવારમાં તમે 60 વાર કપાલભાતિ કરી શકો છો. એટલે કે એક મિનિટમાં 60 વાર શ્વાસ બહાર કાઢવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp