શિયાળામાં વારંવાર યુરિન આવતું હોય તો ચેતજો, આ બીમારીના છે લક્ષણ

PC: intoday.in

શિયાળામાં અનેક વખત એવું બન્યુ હશે કે, વારંવાર ટોયલેટ તરફ દોડ લગાવી પડી હોય. ઓફિસ હોય કે કૉલેજ સુ..સુ...ને લઈને લોકોને મજાક પણ બન્યો હશે. પરંતુ, વારંવાર આવતા પેશાબને ક્યારેક ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. જેના પરિણામ ક્યારેક માઠા આવે છે. ડૉક્ટરે આ અંગે ચેતવણી જાહેર કરતા કહ્યું હતું કે, શિયાળામાં વારંવાર પેશાબ આવવો મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. તબીબોની ભાષામાં તેને કોલ્ડ ડાયરેસિસ કહેવાય છે. જે બીમારી મોટી મુશ્કેલી પણ નોતરી શકે છે. વિદેશના ડૉક્ટર ડાયના ગોલે આ અંગે જાણકારી આપી હતી.

ક્યારેક વારંવાર પેશાબ કરવાને કારણે થાય પણ લાગે છે. જેની સીધી અસર વ્યક્તિના સ્વસ્થ્ય પર પડે છે. જેના કારણે શરીરની અંદરની સિસ્ટમ મંદ પડી જાય છે. આવી જાણકારી ભાગ્યે જ કોઈ પાસે હોય છે. આ બીમારી દરમિયાન માત્ર શરીરમાંથી પાણી બાહર નથી આવતું પણ કેટલાક કુદરતી પદાર્થનો પણ નિકાલ થાય છે. શરીરમાંથી મિનરલ બેલેન્સ પણ ખોરવાય જાય છે. જે શરીર માટે હાનિકારક હોય છે. પેશાબ વાટે સોડિયમ અને પોટેશિયમ બાહર આવે છે. વધુ માત્રામાં સોડિયમ અને પોટેશિયમ શરીરમાંથી બાહર આવતા હાઈપોનાઈટ્રેમિયાનો શિકાર બની જાય છે.

જ્યારે શરીરનું તાપમાન એકાએક નીચું જાય છે ત્યારે આ પ્રકારની બીમારી લાગુ પડે છે. વારંવાર સુ..સુ..જવું પડે છે. ક્યારેક એવી પણ સ્થિતિ સામે આવે છે કે, તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ પડે છે. એવામાં તબીબો કહે છે કે, શરીરમાંથી પાણી ન ઘટે એ માટે પાણી વધારે પીવું જોઈએ. ખાસ કરીને સવારના સમયે ગરમ પાણી પીવું જોઈએ. જેથી શરીરની અંદરની સિસ્ટમને વેગ મને અને જરુરી પ્રોટિન પણ મળી રહે. આ ઉપરાંત પેશાબમાં ચેપ ન લાગે એ માટે સ્નાન કરતી વખતે યોનીને બરોબર સાફ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp