રોહિત શર્માએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, હવે ડીવિલિયર્સ અને ગેલ નિશાના પર

PC: outlookindia.com

રોહિત શર્મા મેચમાં રમે અને કોઈ રેકોર્ડ ન બને એવું ભલા કઈ રીતે થઈ શકે છે. વનડેથી લઈને T20 ઇન્ટરનેશનલ અને હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), રોહિત શર્મા લિમિટેડ ઓવર ક્રિકેટનો બાદશાહ છે. એકવાર પિચ પર તેની બેટ જામી ગઈ તો રનોનો વરસાદ શરૂ થઈ જાય છે. સાથે જ રેકોર્ડની લાઈન લાગી જાય છે. બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (MI Vs KKR) વિરુદ્ધ રોહિત શર્માએ ફરી રનોનો વરસાદ વરસાવ્યો હતો. તેણે 54 બોલમાં 80 રનોની શાનદાર ઇનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સને ધમાકેદાર જીત અપાવી હતી. રોહિત શર્માને આ શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવી હતી. આ સાથે જ તેણે સૌથી વધારે મેન ઓફ ધ મેચ બનવા બાબતો મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.

IPLમાં રોહિત 18મી વાર મેન ઓફ ધ મેચ બન્યો છે. IPLમાં કોઈપણ ભારતીય ખેલાડીને આટલી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો નથી. આ પહેલા ધોની 17વાર મેન ઓફ ધ મેચ બન્યો હતો. હવે રોહિત શર્માએ તેના આ રેકોર્ડને તોડી દીધો છે. આમ IPLમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચની વાત કરવા જઈએ તો, આ રેકોર્ડ પર ક્રિસ ગેલનો કબ્જો છે. 21વાર તે મેન ઓફ ધ મેચનો દાવેદાર રહ્યો છે. ત્યારબાદ એ.બી. ડિવિલિયર્સ આવે છે. એ.બી. ડિવિલયર્સના નામે 20 મેન ઓફ ધ મેચ છે. ત્રીજા નંબરે હવે રોહિત શર્મા આવી ગયો છે. જ્યારે ચોથા નંબરે ધોની અને ડેવિડ વોર્નર છે. યુસુફ પઠાણને પણ 16વાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળી ચુક્યો છે. જોકે હવે યુસુફ પઠાણે નિવૃત્તિ લઈ લીધી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 5મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 80 રનોની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 સિક્સ અને 3 ફોર લગાવ્યા હતા. રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોની ખૂબ જ ધોલાઈ કરતાં એક ખાસ કારનામાને અંજામ આપ્યું હતું. રોહિત શર્માએ આ મેચમાં પોતાના 200 IPL સિક્સ પૂરા કરી લીધા. રોહિત શર્મા IPLમાં 200 સિક્સ લગાવનારો ચોથો ખેલાડી છે. રોહિત શર્મા પહેલા ક્રિસ ગેલ, એ.બી. ડિવિલયર્સ અને ધોની આ કારનામા કરી ચુક્યા છે. જોકે 200 સિક્સ લગાવનારો તે માત્ર બીજો કેપ્ટન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp