IPL 2020: હાર બાદ ધોનીએ માન્યું- આ ખેલાડીના આવવાથી ટીમ લયમાં આવશે

PC: tosshub.com

IPLની 13મી સિઝનમાં જીતથી શરૂઆત કરનારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમે સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 44 રનોથી હરાવ્યું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત બીજી મેચમાં બેટ્સમેનોની નિષ્ફળતાથી નિરાશ દેખાયો. તેણે કહ્યું કે, સાત દિવસના વિશ્રામથી તેમને પોતાની ખામીઓને શોધીને તેને દૂર કરવામાં મદદ મળશે. ચેન્નાઈની હવે પછીની મેચ 2 ઓક્ટોબરના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે છે.

ધોનીએ કહ્યું- મને નથી લાગતું કે આ અમારા માટે સારી મેચ હતી. ભેજ નહોતું, પરંતુ વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી. અમારા બેટિંગ વિભાગમાં થોડી નબળાઈ જોવા મળી અને તે દુઃખી કરનારું છે. ધીમી શરૂઆતના કારણે રન રેટ વધવાથી પ્રેશર બને છે. અમારે તેનો જવાબ શોધવાની જરૂર છે. તેણે આગળ કહ્યું- અમને આવનારા સાત દિવસ વિશ્રામની તક મળશે અને અમારે સ્પષ્ટ તસવીરની સાથે ગેમમાં પાછા આવવું પડશે. અંબાતી રાયડૂના આગામી મેચમાં પાછા આવવાથી ટીમ સંતુલન વધુ સારું બનશે. ધોની પોતાના બોલર્સના પ્રદર્શનથી પણ ખુશ નથી દેખાયો.

તેણે કહ્યું, જો તમે બોલિંગ પર ધ્યાન આપશો તો તેમાં નિરંતરતાનો અભાવ જોવા મળશે. રાયડૂએ આવનારી મેચમાં રમવું જોઈએ અને ત્યારે જ અમે વધારાના બોલર સાથે ઉતરવા વિશે વિચારી શકીએ છીએ. દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 44 રનોથી નાલેશીભરી હાર આપીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. દિલ્હીએ પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ત્રણ વિકેટે 175 રન બનાવ્યા અને ત્યારબાદ ચેન્નાઈને 7 વિકેટ પર 131 રન પર જ અટકાવી દીધી.

ક્યાં ચૂક થઈ તે અંગે વાત કરતા ધોનીએ કહ્યું, અમારી પાસે એક બેટ્સમેન ઓછો રહે તો બાકીના ખેલાડીઓએ આગળ આવીને જવાબદારી લેવી પડશે. આ ઉપરાંત, અમારે બોલિંગમાં પોતાની લેન્થ, લાઈન અને પેસમાં સુધારો કરવો પડશે.

ધોની સ્પિનર્સનો કેપ્ટન મનાય છે. UAEની ધીમી વિકેટો પર તેને પોતાના સ્પિનર્સ પાસેથી સારા પ્રદર્શનની આશા રહી હશે. જોકે, ચેન્નાઈના સ્પિનર્સ હજુ સુધી પોતાનો રંગ બતાવી શક્યા નથી. આ અંગે ધોનીએ કહ્યું કે, સ્પિનર્સ હજુ સુધી પોતાના રંગમાં નથી આવ્યા. અમે બોલિંગ તો સારી કરી રહ્યા છીએ, પરંતુ સાથે જ અમે ઘણી બધી બાઉન્ડ્રી પણ આપી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp