અમદાવાદના આ સ્ટેશનથી એકસાથે ચાલશે રેલ, બુલેટ અને મેટ્રોટ્રેન, કામ શરૂ થયું

PC: Khabarchhe.com

અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ લોકડાઉનના સમયમાં અઢી મહિના સુધી બંધ હતું પરંતુ તેને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના મુખ્ય રેલવે મથક કાલુપુરને રાજ્ય સરકાર જનરલ રેલવે સ્ટેશનની સાથે બુલેટ સ્ટેશન અને મેટ્રોરેલ સ્ટેશન બનાવવા માગે છે. દેશમાં એકમાત્ર આ સ્ટેશન એવું હશે ત્યાં ત્રણ પ્રકારની ટ્રેનોની આવન-જાવન જોવા મળી શકે છે.

અમદાવાદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3નો હવાલો નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને બુલેટ ટ્રેન માટે સોંપવામાં આવશેજ્યાં બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ 10 થી 12 પર આવેલી ઓફિસો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્લેટફોર્મની જગ્યાએ બુલેટ ટ્રેનના 20 મીટર ઊંચા પિલર બનશે અને નીચે રિ-ડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે સ્ટેશન તૈયાર થશે. જમીનના 20 મીટર નીચે મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી થઈ રહી છે.

કાલુપુર સ્ટેશન પરથી ત્રણ પ્રકારની ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવાનું હોવાથી રેલવે દ્વારા આ જગ્યાનો હવાલો નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને સોંપી દેવામાં આવ્યો છે અને અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવા માટે જૂની ઓફિસ તોડવાનું કામ શરૂ કરી દેવાયું છે.

કાલુપુરના સરસપુર તરફ જવાના રસ્તે આવેલા પ્લેટફોર્મ નંબર- 3, 10, 11, 12 ને અલગ ફાળવવામાં આવશે. કાલુપુરની હાલની ટિકીટ બારી તૂટશે અને નવી જગ્યાએ ખસેડવાની થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-મુંબઇ વચ્ચેના 508 કિલોમીટરના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો સપ્ટેમ્બર 2017માં શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ 1.08 લાખ કરોડ થાય છે.

બીજી તરફ મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થઇ છે. જૂન 2005માં ભારત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા પછી ફેબ્રુઆરી 2010માં તેની કામગીરી શરૂ થઇ હતી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 10 હજાર કરોડ કરતાં વધુ છે. મેટ્રોરેલ માટે પણ કાલુપુર રેલવે સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બન્ને હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સાબરમતી રેલવે સ્ટેશનને પણ સમાવે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp