સોલારનો બાપ: NTPC કચ્છના વિસ્તારમાં જાણો શું કરી રહી છે?

PC: beritasatu.com

ભારતની સૌથી મોટી વીજળી કંપની NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. આ પ્રોજેક્ટ સોલારનો બાપ છે. આ કંપની રાજ્યમાં 20,000 કરોડનું રોકાણ કરશેઆ સાથે કંપની બીજા પ્રોજેક્ટ્સ પણ ઉભા કરવા જઇ રહી છે. કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે.

ગુજરાતના બનાસકાંઠાકચ્છ અને વિવિધ વિસ્તારોમાં સોલાર પાર્ક ઉભા થયા છે. બનાસકાંઠામાં ચારણકા સોલાર પાર્ક મોટો માનવામાં આવતો હતો પરંતુ હવે એક જ કંપની 5000 મેગાવોટનો સોલાર પાર્ક બનાવી રહી છે. ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે NTPCએ કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એક સ્થળે આ પાર્ક સ્થાપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે સોલાર પાર્ક ઉભો કરવો હોય તો પ્રતિ મેગાવોટ ચાર કરોડનો ખર્ચ થાય છે. એટલે કે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. NTPC માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાનમાં પણ સોલાર પાર્ક ઉભો કરવા માગે છે. રાજસ્થાનમાં અદાણી કંપની મોટો સોલાર પાર્ક બનાવી રહી છે ત્યારે NTPC પણ સોલાર પાર્ક માટે જમીન શોધી રહી છે.

NTPC લાંબાસમયના વીજળી ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા વિના સોલાર ઉર્જાને કેટલાક હિસ્સામાં વેચવા માટે બજારમાં વિકલ્પો તપાસી રહી છે. કંપની વ્યાપારી આધાર પર ક્ષમતા હાંસલ કરવા માગે છે. અધિકારીએ કહ્યું કે અલ્ટ્રા મેગા સોલાર પાર્ક યોજનાના હિસ્સાઓમાં કંપની અન્ય સોલાર ઉર્જા ડેવલપર્સને પણ મૂડીરોકાણ કરવા આમંત્રણ આપશે. કંપની સોલાર પાર્કમાં તેની ક્ષમતા સ્થાપિત કરવા તેમજ વીજળી વેચવા માટે અન્ય કંપનીઓ સાથે કરાર કરશે.

 NTPC કંપની સોલાર પાર્ક ઉપરાંત ફ્લોટીંગ પાર્ક પણ ઉભા કરવા માગે છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં પણ નજર દોડાવી છે. 2030 સુધીમાં NTPC 30,000 મેગાવોટ સોલાર વીજળી સ્થાપિત કરવા માગે છે. હાલ NTPCની કુલ સ્થાપિત ક્ષમતા 55786 મેગાવોટની છે. કંપની ગુજરાતના સુરત અને પૂર્વ દિલ્હીમાં પણ નવા પ્રોજેક્ટ સ્થાપવા માગે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp