ચૂંટણી નજીક આવી, સુરત મેટ્રો રેલ માટે ટેન્ડરો ઇશ્યુ, જાણો ક્યાંથી કામ શરૂ થશે

PC: zeebiz.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક આવી રહી છે તેનો પુરાવો સુરત મેટ્રોરેલનો પ્રોજેક્ટ છે. રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે સુરતમાં મેટ્રોરેલના પહેલા તબક્કાનું બાંધકામ શરૂ કરવા માટે ટેન્ડરો ઇસ્યુ કરવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 11.6 કિલોમીટરના મેટ્રો માર્ગનું કામ શરૂ કરવામાં આવશે.

પહેલા તબક્કામાં સુરતના આ વિસ્તારમાં એલિવેટેડ કામ થવાનું છે. આ માર્ગ કાદરશાની નાલ થી ડ્રીમ સિટી ડેડ એન્ડ સુધીનો છે. આ રૂટમાં 10 જેટલા મેટ્રોરેલના સ્ટેશનો આવે છે. સુરતના આ કામ માટે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન દ્વારા બીડ્સ મંગાવવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાની ચુટંણી પહેલાં સુરત માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સુરત મેટ્રોના 12114 કરોડના મેટ્રો રેલવે પ્રોજેકટના ડીપીઆરને ગયા વર્ષે મંજુરી આપવામાં આવી છે. પહેલા તબક્કામાં 40.35 કિલોમીટરના મેટ્રોના બે કોરીડોરના પ્રોજેકટને મંજુરી મળી જતાં ભવિષ્યમાં સામુહિક પરિવહનની સેવામાં વધારો થશે. આ બે રૂટમાં ચાર એલીવેટેડ મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવશે.

સુરતમાં મેટ્રો ટ્રેનની જાહેરાત બાદ લાંબા સમય સુધી કોઈ નક્કર કામગીરી થઇ ન હતી. 2020ના આખરી મહિનામાં મહાનગરની ચુંટણી જાહેર થાય તે પહેલા સુરતની મેટ્રોરેલના પ્રથમ તબક્કાના ટેન્ડરો ઇસ્યુ કરવામાં આવ્યા છે.

સરથાણાથી ડ્રીમ સિટીનો કોરીડોર 21.61 કિલોમીટરનો રહેશે. જેમાં 15.14 કિલોમીટર એલીવેટેડ અને 6.47 કિલોમીટર અન્ડર ગ્રાઉન્ડ રહેશે. આ રૂટમાં 20 સ્ટેસન આવશે જેમાંથી 14 એલીવેટેડ અને 6 સ્ટેશન અન્ડર ગ્રાઉન્ડ રહેશે. કોરીડોર સરથાણા વરાછાથી શરૂ થઈને નાના વરાચારેલ્વે સ્ટેશનચોકમજુરાગેટ,  ભટાર ચાર રસ્તા,  સરથાણા એક્ઝીબીશન સેન્ટરખજોદ ચાર રસ્તાથી ડ્રીમસુટી સુધી રહેશે.

ભેંસાણથી સારોલીનો કોરીડોર 18.47 કિલોમીટર એલીવેટેડ રહેશે, જેમાં 18 સ્ટેશન આવશે જે તમામ એલીવેટેડ રહેશે. આ કોરીડોર ભેસાણ થી શરૂ થઇ ઉગતમધુવન સર્કલ,  અડાજણમજુરાગેટ,  કમેલા દરવાજા,  પરવટ પાટિયાથી સારોલી સુધી જશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp