ગિફ્ટ સિટીમાં આઇટીની કંપનીઓ ઝડપથી વધી રહી છે, આટલી થશે સંખ્યા

PC: icities4greengrowth.in

 ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્‌ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં 180 આઇટી-આઇટીઇઝ કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક 16 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી. રેડી ટુ મુવ – પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી 18 કંપીનઓએ અરજી કરી હતી.  ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપવા કામગીરી કરી રહ્યાં છે. આમ થતા 200 કંપનીઓ થઈ જશે.

નવી અરજીઓ મુખ્યત્વે આઇટી-આઇટીઇઝ ક્ષેત્રની છે, જે આઇટી સોફ્‌ટવેર ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ઓફશોર ડિઝાઇન, બિગ ડેટા એનાલીટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ કન્સલ્ટિંગ, બીપીઓ-કેપીઓ અને રિક્રુટમેન્ટ સેવાઓ જેવા સેગમેન્ટની છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)ની સનસેટ જોગવાઈ 1 એપ્રિલ 2020થી અમલમાં આવવાની સાથે ગિફ્‌ટ સેઝ પ્લગ એન્ડ પ્લે રેડી ઓફિસને સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા મળશે, જે મોટી સંખ્યામાં કંપનીઓને આકર્ષી રહ્યો છે.

ડેવલપમેન્ટ કમિશનર, ગિફ્‌ટ સેઝે 24 માર્ચ, 2020નાં રોજ નવા યુનિટની માગ સંતોષવા યુનિટને મંજૂરી આપવા માટેની સમિતિની વધુ એક બેઠક યોજવાની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી 2020 સુધી પ્રથમ 11 મહિનામાં આશરે રૂ.3740 કરોડનાં મૂલ્યની સેવાઓની કુલ નિકાસ થઈ છે. સર્વિસ સેક્ટરમાં બેસ્ટ એસઇઝેડનો એવોર્ડ પણ અપાયો હતો. ગિફ્‌ટ સિટીનો મલ્ટિસર્વિસ સેઝમાં અગ્રણી કંપનીઓ તેમના મોટા સેન્ટર ધરાવે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp