અમદાવાદમાં મેટ્રોને એક વર્ષ થવા આવ્યું, આટલી આવક, આગળ ચાલશે?

PC: dnaindia.com

અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુસાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો 6ઠી માર્ચથી તા 14મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન 75,917 લોકોએ મુસાફરી કરી હતી. મતલબ કે ખરેખર 2 લાખ મુસાફરોએ ટીકીટ લઈને મુસાફરી કરી છે.

એક કિલો મીટરના કામ માટે રૂ.300 કરોડનો ખર્ચ થલતેજ સુધીના 20 કિલોમીટર સુધી થયો છે. આમ 7 કિલોમીચરના રૂ.2100 કરોડનું વળતર વર્ષે રૂ.30 લાખ થશે. ખોટનો મોટો ખાડો અમદાવાદ મેટ્રો પાડી રહી છે.

ઝડપ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે જે આગામી દિવસોમાં વધારીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવશે. જેના માટેની ટ્રાયલ લેવાનું શરુ કરવામાં આવ્યું છે. મેટ્રો રેલના ત્રણ કોચમાં 1017 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે. મહત્તમ 90 કિલોમીટરની ગતિથી ટ્રેન દોડી શકશે. હાલ તો મોટર સાઈકલ કરતાં ઓછી ઝડપે દોડે છે. 

થલતેજ (પશ્ચિમ) થી વસ્ત્રાલ (પૂર્વ) અને મોટેરા (ઉત્તર) થી એપીએમસી-વાસણા (દક્ષિણ) ને જોડતો 37 કિ.મી.નો પ્રથમ તબક્કો 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થશે.

જાપાનની મદદ મળી હતી

જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા)દ્વારા અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ માટે  નવેમ્બર-15માં રૂપિયા 5968 કરોડનુ ભંડોળ પહેલા ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી.બાદમાં વર્ષ-16માં રૂપિયા 4456 કરોડની રકમ રીલીઝ કરાઈ હતી.

ફેબ્રુઆરી-19માં ટ્રાયલ રન કરાઈ

ફેબ્રુઆરી-19માં મેટ્રોના પહેલા ફેઈઝ માટે ટ્રાયલ રન શરૂ કરાઈ હતી.પહેલા ફેઈઝમાં કુલ 40.03 કી.મી. નોર્થ-સાઉથ અને 18.87 કી.મી.ઈસ્ટ-વેસ્ટ ટ્રેક પર મેટ્રો રેલ દોડવાની છે.ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં 21.16 કી.મી. એલિવેટેડ અને 33.5 કી.મી.અંડરગ્રાઉન્ડ રૂટ આવરી લેવામાં આવશે.

વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીના 6.5 કી.મી.ટ્રેકમાં શરૂ કરાયેલી મેટ્રો રેલમાં 2.5 કી.મી.સુધી પાંચ રૂપિયા અને 6.5 કી.મી.સુધી દસ રૂપિયા ભાડુ નકકી કરાયુ છે.રોજ છ થી સાત ટ્રીપ કરાય છે.સ્પીડ 50 કી.મી.પ્રતિ કલાકની છે.પહેલા સવારે 9 થી સાડા છ સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.પરંતુ મુસાફરો ન મળતા ફરી સમય બદલીને 11થી સાંજના 4.50 નો કરાયો છે. એક કોચમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતા કુલ છ જેટલા કોચ હાલ કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp