જિયો યુઝર્સ માટે રાહતના સમાચાર

PC: gadgetsnow.com

TRAIના નિયમોનું પાલન કરતા રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે, અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હવે જિયો યુઝર્સને મિનિટદીઠ 6 પૈસા ચૂકવવા પડશે. આનાથી જિયો યુઝર્સ નારાજ છે, પરંતુ વધુ નારાજ હતા એ યુઝર્સ જેમણે તાજેતરમાં જ બે-ત્રણ મહિનાનું રિચાર્જ કરાવ્યું હોય, પરંતુ આવા યુઝર્સ માટે જિયોએ રાહતના સમાચાર આપ્યા છે. જિયોએ જાહેરાત કરી છે કે, 9 ઓક્ટોબર અથવા તે પહેલા રિચાર્જ કરનારને અન્ય નેટવર્ક પર વાત કરવા માટે પૈસા નહીં ચૂકવવા પડે. એટલે કે જ્યાં સુધી યુઝર્સનો હાલનો પ્લાન ચાલી રહ્યો છે, ત્યાં સુધી તેમને અન્ય નેટવર્ક પર કોલ કરવા વધારે પૈસા ચૂકવવા પડશે નહીં.

Jio યુઝર્સને અન્ય નેટવર્ક પર આઉટગોઇંગ કોલ માટે મિનિટે 6 પૈસા ચૂકવવા પડશે...

ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યાં પછી કોલ ટર્મિનેશન ચાર્જીસ માટેની સનસેટ જોગવાઈની સમીક્ષા લંબાવતા અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેનાં પરિણામે અબજોપતિ મુકેશ અંબાણીની Jioએ બુધવારે જાહેરાત કરી હતી કે, ટેલીકોમ ઓપરેટરનાં યુઝર્સ દ્વારા હરિફ નેટવર્ક ઓપરેટર્સનાં યુઝર્સને થતાં વોઇસ કોલ પર મિનિટદીઠ 6 પૈસા ચાર્જ વસૂલશે, પણ યુઝર્સને આ રકમ જેટલાં મૂલ્યનો ફ્રી ડેટા આપીને એની ભરપાઈ કરી દેશે.

Jioએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ટેલીકોમ ઓપરેટર્સ Jioને એનાં યુઝર્સ દ્વારા હરિફ ઓપરટેર્સનાં નેટવર્ક પર કોલ કરવા માટે ચુકવણી કરવી પડશે, ત્યાં સુધી મિનિટદીઠ 6 પૈસાનો ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જીસ Jio યુઝર્સ દ્વારા અન્ય Jio ફોન પર તથા લેન્ડલાઇન ફોન પર તેમજ વ્હોટ્સએપ, ફેસટાઇમ અને આ પ્રકારનાં અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થતાં કોલ પર લાગુ થતાં નથી. તમામ નેટવર્કમાંથી આવતાં ઇનકમિંગ કોલ પર પણ કોઈ ચાર્જ નહીં લાગુ પડે.

ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ વર્ષ 2017માં કથિત ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જ (આઇયુસી) મિનિટદીઠ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતાં અને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાનો અંત જાન્યુઆરી, 2020 સુધીમાં આવશે. પણ હવે આ વ્યવસ્થાને લંબાવવાની જરૂર છે કે નહીં એની સમીક્ષા કરવા એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.

Jio નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી હોવાથી કંપનીને ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી હરિફ કંપનીઓને રૂ. 13,500 કરોડની ચુકવણી કરવી પડી હતી. ટ્રાઈનાં આ પગલાથી થયેલા નુકસાનની વસૂલાત કરવા કંપનીએ ગ્રાહકો પાસેથી હરિફ નેટવર્ક પર થતાં દરેક કોલ પર મિનિટદીઠ 6 પૈસા વસૂલવાનો નિર્ણય લીધો છે.

IUC Top-Up Voucher Amount (Rs)

IUC Minutes

(non-Jio mobiles)

Free Data Entitlement (GB)

10

124

1

20

249

2

50

656

5

100

1,362

10

હવે પહેલી વાર બનશે કે Jio યુઝર્સને વોઇસ કોલ માટે ચુકવણી કરવી પડશે. હાલ Jio ફક્ત ડેટા માટે ચાર્જ લે છે અને દેશમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કન્સલ્ટેશન પેપરે નિયમનકારક અનિશ્ચિતતા ઊભી કરી હોવાથી આઇયુસી ચાર્જ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી Jioને અનિચ્છાએ, પણ ફરજિયાતપણે તમામ ઓફ-નેટ મોબાઇલ વોઇસ કોલ માટે મિનિટદીઠ 6 પૈસાનાં આ નિયમનકારક ચાર્જ વસૂલવાની ફરજ પડી છે.’

Jioનાં જે ગ્રાહકો બુધવારથી રિચાર્જ કરાવશે, તેમને અન્ય મોબાઇલ ઓપરેટર્સને કોલ કરવા માટે આઇયુસી ટોપ-અપ વાઉચર્સ મારફતે મિનિટદીઠ 6 પૈસાનાં પ્રવર્તમાન આઇયુસી દરનો ચાર્જ લાગુ થશે. જ્યાં સુધી ટ્રાઈ ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા ન લાવેસ, ત્યાં સુધી આ ચાર્જ લાગુ થશે. Jioએ જણાવ્યું હતું કે, ‘Jio આઇયુસી ટોપ-અપ વાઉચર વપરાશને આધારે સમકક્ષ મૂલ્ય જેટલો વધારાનો ડેટા પ્રદાન કરશે. એનાથી ગ્રાહકો માટે ટેરિફમાં કોઈ વધારો નહીં થાય.’ Jioએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવા અન્ય ઓપરેટર્સે આઇયુસી ચાર્જ પેટે ચોખ્ખા રૂ. 13,500 કરોડની ચુકવણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp