હવે લોકો કોન્ડોમ પણ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે

PC: khabarchhe.com

ઓનલાઈન ખરીદીનો કેટલો ક્રેઝ ક્યાંથી સુધી આગળ વધી રહ્યો છે એ આ રિપોર્ટમાંથી જાણી શકાય છે. ખાસ કરીને નાના શહેરમાંથી હવે લોકો કોન્ડોમ પણ ઓનલાઈન મંગાવી રહ્યા છે. ઈ કોમર્સ કંપની સ્નેપડીલે જાહેર કરેલી એક આંકડાકીય માહિતીમાંથી આ સામે આવ્યું છે. કોન્ડોમના જુદા જુદા ફ્લેવરને દુકાનમાંથી ખરીદવામાં સંકોચ અનુભવતા લોકો તેની ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તેથી કોન્ડોમના ઓનલાઈને વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો સુધી પહોંચવા માટે તેઓ પૂરતા પ્રયત્નો અને પોલીસી ઘડી રહ્યા છે. સ્નેપડીલે જણાવ્યું હતું કે, ગતવર્ષની તુલનામાં આ વર્ષે નાના સેન્ટરમાંથી કોન્ડમની ઓનલાઈન ડિમાન્ડમાં 30 ટકાનો વધારો થયો છે. 10માંથી 8 ઓર્ડર કોન્ડોમના હોય છે. જે મોટા ભાગે નાના સેન્ટરમાંથી જ હોય છે. સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યું હતું કે, સેક્સ અને એમના વિશે પૂરતા શિક્ષણના અભાવથી લોકો જાહેરમાં અમુક શબ્દો બોલતા સંકોચ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો દુકાને જઈને આ વસ્તુઓ માંગી શકતા નથી.

50 ટકા માંગમાં ઈમ્ફાલ, મોગા, આઈઝોલ, અગરતલા, અર્નાકુલમ, મલ્લપુરમ, શિલોંગ, સિલચર, ઉદયપુર, હિંસાર, નાગાંવ, વર્ધમાન, ડિબ્રુગઢ, કાનપુર અને અહમદનગર જેવા શહેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાણીતી કોન્ડોમ કંપનીઓ પણ હવે આ રીતે ઓનલાઈન કંપનીઓમાં રસ દાખવીને પોતાનું વેચાણ વધારી રહી છે. જે ફ્લેવર દુકાન પર ન હોય એ ઓનલાઈન સ્ટોરમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાં જુદી જુદી કેટેગરી પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp