દેશ-વિદેશના રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન બની રહ્યું છેઃ સૌરભ પટેલ

PC: khabarchhe.com

રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિકનીતિના પરિણામે દેશ-વિદેશના રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બની રહ્યું હોવાનું ઉર્જામંત્રી સૌરભ પટેલે મહેતા ફિનકોન દ્વારા અવધ ઉટોપીયા ખાતે આયોજીત ચોથી ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સને ખુલ્લી મૂકતા જણાવ્યું હતું. આ વેળાએ વન-ટુ-વન સંવાદ સાધતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ભારતના અર્થતંત્રને 2024 સુધીમાં પાંચ ટ્રીલીયન સુધી પહોચાડવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતે પણ ઈઝ ઓફ ડુઈગ, એમ.એસ.એમ.ઈ., સ્ટાર્ડ અપ જેવા અનેક ક્ષેત્રે પ્રોત્સાહકનીતિ અમલમાં મૂકી છે. ખેડૂતોની આવક વધશે તો દરેકક્ષેત્રના વિકાસમાં ગતિ આવશે જે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા સૌરાષ્‍ટ્રના અનેક ડેમો ભરવામાં આવ્યા છે. છેલ્લા દાયકામાં સમગ્ર દેશમાં કૃષિક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર વિકાસ સાધી નંબરવન બન્યું છે. તેવી રીતે પ્રવાસન, ઉર્જા, રોજગારી, ગેસલાઈન નેટવર્ક જેવા અનેકક્ષેત્રે વિકાસના નીતનવા સોપાનો સર કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના લાંબા અને વ્યુહાત્મક દરિયા કિનારાને પોર્ટ સેકટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો માટે નવી બંદરીય પોર્ટ પોલિસીના પરિણામે આગામી સમયમાં નવા સાહસિકો પોર્ટક્ષેત્રમાં અનેકગણુ રોકાણ થવાનું છે. આ ઉપરાંત વિન્ડ ફાર્મ, સોલારનીતિને પ્રોત્સાહન આપવામાં આવતા ઉર્જાક્ષેત્રના રોકાણ પણ નોંધપાત્ર વધારો થયો છે. જેટલું વધુ ઇન્વેસ્ટમેન્ટ થશે તેટલી રોજગારીનું નિર્માણ થશે તેમ જણાવી મંત્રીએ કૃષિક્ષેત્રના વિકાસ માટેના પ્રોત્સાહન પગલાઓની વિગતો આપી હતી.

આ પ્રસંગે ઓલ ઈન્ડિયા ટેરરીસ્ટ ફ્રન્ટના ચેરમેન એમ.એસ.બિટ્ટાએ ભારત સરકાર દ્વારા સંરક્ષણક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાઓની વિગતો આપી હતી. આ વેળાએ ધારાસભ્ય પિયુષ દેસાઈ, ઉદ્યોગ અગ્રણી સેવતીલાલ શાહ, પૂર્વ સુરત કમિશનર સતીશ શર્મા તેમજ અન્ય ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp