ચેતી જજો! Flipkart અને Amazon સેલની આડમાં થઈ રહી છે છેતરપિંડી

PC: storiesflistgv2.blob.core

Flipkart અને Amazon પર હાલમાં ફેસ્ટિવ સીઝન સેલ ચાલી રહ્યો છે. વસ્તુઓ પર મોટી છૂટ મળી રહી છે. પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા જરા સાવધાન રહેજો. નહિતર અકાઉન્ટ ખાલી થઈ શકે છે. દર વખતે સેલ દરમ્યાન ફ્રૉડ વધારે એક્ટિવ થઈ જાય છે અને નવી ટ્રિકોથી લોકોને છેતરે છે.

Flipkart અને Amazon આ બાબતે લોકોને ચેતતા રહે છે. તમને ફોન પર મેસેજ આવશે કે, Flipkart અને Amazon પર બંપર છૂટ મળી રહી છે. તમે એ લિંક ઓપન કરશો અને વસ્તુઓ ખરીદશો. પણ તમારા રૂપિયા છેતરી લઈ પાડી લેવામાં આવે છે. એવા ઘણાં ઉદાહરણો છે.

આ રીતના સ્કેમ ઘણી સરળતાથી કરવામાં આવે છે. પહેલા Flipkart અને Amazon જેવી દેખાય તેવી જ વેબસાઈટ તૈયાર કરવામાં આવે છે. ડોમેન નેમ અસલી હોય તેના જેવું જ રાખવામાં આવે છે. તો વળી લૉન-ઈન પેજ પણ સેઈમ જ દેખાય છે.

આ અમુક એવી વેબસાઈટો છે, જે લોકોને છેતરે છે. flipkart.dhamaka-offers.com, flipkart-bigbillion-sale.com. જો તમને આ રીતની વેબસાઈટ મળે તો, તેના પર ક્લિક કરતા નહિ. આ મામલે flipkartનું કહેવું છે કે, જો તમને રીતની કોઈ લિંક મળે તો તેમને રિપોર્ટ કરે.

લૉગ ઈન પેજ પછી પ્રોડક્ટ પેજ પણ રીઅલ હોય તેવું દેખાય છે. પણ ડીલ એવી હોય છે, જે તમને હેરાનીમાં મૂકી દેશે. જેમકે, વસ્તુ 10,000ની હોય તો ત્યાં તમને તે 1000 અને 100 રૂપિયામાં મળશે તેવું દેખાશે. આ ચક્કરમાં લોકો વિચાર્યા વિના ક્લિક કરી દે છે.

ત્યાર પછી પેમેન્ટ ગેટવેનો નંબર આવે છે. તે પણ અસલી હોય તેવું જ દેખાય છે. પણ જો તમે તેનો ઉપયોગ કરશો તો તમને છેતરી રૂપિયા પડાલી લેવામાં આવશે. સામાન્ય રીતે આ રીતની લિંક તમારા વૉટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમે ફેલાવવામાં આવે છે.

આ રીતની લિંકની ઉપર લખવામાં આવે છે, મેં પણ ખરીદી કરી છે, તે અસલી છે અને અહીં XXX ક્લિક કરીને તમે પણ ખરીદી કરી લો. સેલ ખતમ થવાની તૈયારીમાં છે. આ રીતના મેસેજ સરળ અને બોલચાલની ભાષામાં તૈયાર કરવામાં આવે છે. જેથી તમને એ રિયલ લાગે અને તમે તે લિંક પર ક્લિક કરી લો.

આ રીતે ઓળખોઃ

આ બધાંથી બચવું સરળ છે. તમે ખરીદી કરતા સમયે ડોમેન નેમને ધ્યાનથી ચેક કરો. જ્યાં પણ કોઈ સ્પેલિંગ ખોટો દેખાય કે કોઈ વર્ડ ખોટો દેખાય તો સમજી લેવું કે આ ખોટી લિંક છે. કમ્યૂટરના બ્રાઉઝર અને URL ટેબને ધ્યાનથી જુઓ, તમને જાતે જ અંદાજો આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp