દેશના મુખ્ય 8 ઉદ્યોગોની સ્થિતિ સૌથી ખરાબ, ઉત્પાદન ઘટતા લાખો રૂપિયાની ખોટ

PC: htindia-briefing.com

દેશની આર્થિક સ્થિતિ સુસ્ત છે. નજીકના ભવિષ્યમાં આ હાલતમાં કોઈ સુધારો આવે એવું લાગતું નથી. દેશના મુખ્ય કહેવાતા આઠ ઉદ્યોગોની સ્થિતિ સૌથી ખરાબ છે. આ તમામ ઉદ્યોગોમાં ઉત્પાદન 5.8 ટકાથી પણ ઘટી જતા લાખો રૂપિયાની ખોટ ખાવાનો વારો આવ્યો છે. ઓક્ટોબરમાં આ ઉત્પાદનનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આર્થિત સ્થિતિ હજું કથળી રહી છે એવો ઈશારો કરે છે. સરકારે પણ ઉદ્યોગલક્ષી કેટલાક આંકડા જાહેર કર્યા છે. આઠ મુખ્ય ઉદ્યોગોમાંથી છ ઉદ્યોગોની સ્થિતિ ઓક્ટોબરમાં સૌથી નીચે રહી હતી. દેશમાં કોલસાનું ઉત્પાદન ઓક્ટોબરમાં 17.6 ટકા, કાચા તેલનું ઉત્પાદન 5.1 અને પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન 5.7 ટકા રહ્યું હતું.

આ દરમિયાન સિમેન્ટ ઉત્પાદન 7.7 ટકા, સ્ટિલ 1.6 ટકા અને વીજ ઉત્પાદન 12.4 ટકાથી ગગડી ગયું હતું. રિફાઈનરીના ઉત્પાદનમાં વૃદ્ધિદર ઘટીને 0.4 ટકાએ અકટ્યો હતો. ગત મહિને આ ટકાવારી 1.3 ટકા નોંધાય હતી. ઓક્ટોબર 2018માં આ ઉત્પાદનની ટકાવારી 4.8 ટકા નોધાય હતી. સપ્ટેમ્બર 2019માં આ અંક 5.1 ટકાથી પણ ઘટી ગયું હતું. સતત બે મહિનાથી ઘટાડાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટવાને કારણે ઉદ્યોગોનો સુચકાંક વધુ સંકોચાય રહ્યું છે. દેશની રાજકોષીય ખાધ ઓક્ટોબર અંત સુધીમાં 7.2 લાખ કરોડ રૂપિયા હતી. જે ચાલુ નાણાકીય વર્ષના બજેટ અનુમાનના 102.4 ટકા બરોબર છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 7.03 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

જે કુલ GDPના 3.3 ટકા સુધી રહેશે. સરકારે સપ્ટેમ્બર મહિનામાં કંપનીઓ માટે ટેક્સનો દર ઓછો કરવાનો નિર્ણય લીધો હતો. જેની અસર મોટા ભાગના ઉદ્યોગ ક્ષેત્ર પર થઈ હતી. અંજેલ કોમોડિટીના ડે. પ્રસિડન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, GDP અને રાજકોષીય ખાધ વધવાને કારણે ભારતીય રૂપિયા પણ દબાણ વધી રહ્યું છે. ડૉલરની તુલનામાં રૂપિયો 72ને પાર થઈ જશે એ દિવસો દૂર નથી. દેશની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વડા પ્રધાન મોદીને સલાહ આપતા કહ્યું કે, આર્થિક સ્થિતિની આશંકાઓ દૂર કરવા અને દેશના આર્થિક ક્ષેત્રને ફરી વેગવંતુ કરવા યોગ્ય મદદ કરવી જોઈએ. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપોરેટમાં પણ ઘટાડો કરી શકે છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનું માપન કરવા માટે GDPનો સહારો લેવામાં આવે છે. જે નજીકના ભવિષ્યમાં આર્થિક સ્થિતિનું પણ સૂચન કરે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાની પણ ખૂબ જરુર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp