માત્ર 6 દિવસમાં Flipkart-Amazonએ કર્યું આટલા રૂપિયાનું વેચાણ

PC: news24online.com

amazon-flipkartની આગેવાનીમાં ઈ-રિટેલર્સે 29 સપ્ટેમ્બરથી લઈ 4 ઓક્ટોબરની વચ્ચે માત્ર 6 દિવસમાં લગભગ 19,000 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. એક રિપોર્ટમાં આ આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બેંગલોરની રિસર્ચ કંપની રેડસીયર કંસલ્ટેંસીએ જણાવ્યું કે, આ 6 દિવસોના વેચાણમાં વૉલમાર્ટની ઓનરશીપવાળી કંપની amazon-flipkartની ભાગીદારી 90 ટકા જેટલી રહી.

ફેસ્ટિવ સીઝનમાં વધ્યું વેચાણઃ

તહેવારોની સીઝનના પહેલા તબક્કામાં જે રીતની ખરીદી થઈ તેને જોઈને આશા છે કે amazon-flipkartનું વેચાણ 6 અબજ ડૉલર એટલે કે લગભગ 39,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

flipkartએ 50 હજાર નવી ભરતી કરેલીઃ

તહેવારોની સીઝન અને બિગ બિલિયન ડે સેલ્સની પહેલા flipkartએ તેની સપ્લાઈ ચેન, લોજિસ્ટિક્સ અને કસ્ટમર રિપોર્ટ વિભાગ માટે લગભગ 50 હજાર નવી ભરતી કરી હતી.

flipkartએ તેના વાર્ષિક તહેવાર સીઝન સેલ્સ પહેલા કહેલું કે, તેને આશા છે કે સેલર નેટવર્કના માધ્યમથી ઈનડાયરેક્ટ નોકરીની સંખ્યામાં 30 ટકાનો વધારો થશે. જે પાછલા વર્ષે વધીને 6.5 લાખ સુધી પહોંચી ગઈ હતી.

Flipkart ગૃપના CEOનું કહેવું છે કે, બિગ બિલિયન ડેનો હેતુ ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને અમારા ગ્રાહકોને ગ્રેટ સિલેક્શન અને અનુકૂળ શોપિંગ એક્સપીરિયન્સ આપવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp