એક મહિલાના શરીરમાં આલ્કોહોલ પેદા થઇ યુરીનમાં આવવા લાગ્યું, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

PC: healthline.com

દારૂ ન પીવા છતાં એક મહિલાના યુરીનમાં આલ્કોહોલ મળી આવતા વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા. પહેલા તેમને લાગ્યું કે મહિલા દારૂ પીતી હોવાથી તેના યૂરીનમાં આલ્કોહોલ આવતું હશે પરંતુ જુદા જુદા પ્રકારના ટેસ્ટ કર્યા પછી તેમને આશ્ચર્ય થયું કે તે મહિલાના શરીરમાં આલ્કોહોલ બનવા લાગ્યું હતું.

સાયન્સ એલર્ટ નામની વેબસાઇટમાં પ્રકાશિત તાજેતરના અહેવાલ મુજબ અમેરિકાના પિટ્સબર્ગની એક મહિલાના પેટમાં આલ્કોહોલ બનવાનો દુનિયાનો પહેલો કેસ રિપોર્ટ થયો છે. આ કેસના મેડીકલ જર્નલ એનાલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસીનમાં પણ છપાયો છે.

પિટ્સબર્ગ મેડિકલ કોલેજના ડોક્ટરોનું કહેવું છે કે આ મહિલા લીવર ડેમેજ અને હાઇ ડાયાબિટિસની સારવાર માટે આવી હતી. ડોક્ટરોને એમ હતું કે આ મહિલા વધુ પડતો દારૂ પીતી હોવાથી તેનું લીવર ડેમજ થઇ ગયું છે. તેની દારૂ પીવાની ટેવના કારણે યૂરીનમાં આલ્કોહોલ આવતું હોવું જોઇએ. વાંરવાર ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે તે જ્યારે ટેસ્ટ માટે આવતી હતી ત્યારે તે નશામાં ન હતી.

આ ઉપરાંત તેના યૂરીનમાં ગ્લુકોઝનું મોટું પ્રમાણ હતું. તેની સાથે શરીરમાં એક પ્રકારના યીસ્ટનું પણ ઊંચુ પ્રમાણ મળી આવ્યું. આ યીસ્ટને કારણે ગ્લુકોઝ ઇથેનોલ એટલે કે આલ્કોહોલમાં ફેરવાઇ જતું હતું. શરીરમાં રહેલા યીસ્ટને દૂર કરવા દવા પણ આપવામાં આવી પરંતુ તેની અસર થઇ નહીં.

આમ, ડોક્ટરોનું કહેવું છે કે મહિલાના શરીરમાં જ આલ્કોહોલ બનવા લાગ્યું હતું જેને યુરીનરી ઓટો બ્રુયરી સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું. 61 વર્ષની મહિલાના આ કેસની તપાસ દરમિયાન ડોક્ટરોને બીજા કેટલાક કેસની પણ જાણકારી મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp