આંતરવસ્ત્રોમાં છુપાવી એમડી ડ્રગની હેરફેર કરતી મહિલા પકડાઇ

PC: Khabarchhe.com

અમદાવાદના લાલ દરવાજા રાજધાની હોટલમાં કામ કરતી યુવતી અને તેનો પ્રેમી 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે નેશનલ હાઈ-વે નં.8 જશોદાનગર ચોકડી પાસેથી ઝડપાયા છે. એસઓજી-ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા આરોપીના આંતરવસ્ત્રોમાં છુપાવી રખાયેલું 19 ગ્રામ એમડી શોધી કાઢી ગુનો નોંધવામાં આવ્યો છે. નિલમ ઉર્ફે નેહા ઉર્ફે ઝોયા પરમારની સાથે તેનો પ્રેમી નાસીરહુસેન ઉર્ફે મિથુન શેખની ધરપકડ કરી આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

એસઓજીના પીએસઆઈ પી.કે.ભૂતની બાતમીના આધારે નેશનલ હાઈ-વે જશોદાનગર ચોકડી પાસે ટીમ વોચ ગોઠવીને બેઠી હતી. મુંબઈ તરફથી આવતી એક ખાનગી બસમાંથી ઉતરીને એક કપલ જશોદાનગર ચોકડી તરફ જઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને એસઓજીની ટીમે પ્રાથમિક પૂછપરછ કરી તલાશી લીધી હતી. નાસીરહુસેન ઉર્ફે મિથુન અખ્તરહુસેન શેખ (ઉ.43 રહે. મેદનીવાડ મચ્છીપીરની દરગાહ સામે, જમાલપુર) અને નિલમ ઉર્ફે નેહા ઉર્ફે ઝોયા રમેશભાઈ પરમાર (રહે. વિકાસ મંડળના છાપરા, દુધવાળી ચાલી, ગીતામંદિર-મજુર ગામ મૂળ રહે. ગંગા એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ રીંગ રોડ)ના સામાનની તપાસ દરમિયાન કાંઈપણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જેથી નિલમ ઉર્ફે ઝોયાએ પોતાની પાસે ગેરકાયેદસર કોઈપણ વસ્તુ નહીં હોવાનું કહી પોલીસને તલાશી રોકી દેવા કહ્યું હતું. તપાસ કરતા યુવતીના આંતરવસ્ત્રોમાંથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp