ડાયાબિટીસથી છૂટકારો મેળવવા માટે આ વસ્તુ જરૂરથી ખાવી જોઈએ

PC: lifespan.io

પાલક આયર્નથી ભરપૂર હોવાની સાથે-સાથે ઘણા સ્વાસ્થ્ય વર્ધક તત્ત્વોથી ભરેલું હોય છે. ડાયાબિટીસ માટે પાલકનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં એવા ઘણા ગુણો છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલકનું સેવન કરવાથી મેટાબોલિજ્મમાં સુધારો થાય જ છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં પાલક ઉમેરવું જોઈએ. હાઈ બ્લડ સુગર લેવલને ઘટાડવા માટે પાલક એક રામબાણ ઉપાય થઈ શકે છે.

ડાયાબિટીસમાં શું ખાવું અને શું ન ખાવું? એ પ્રકારના સવાલ તમારા મનમાં પણ આવતા હશે, તો પછી તમારે એવા ખોરાક અથવા ડ્રીંકનું સેવન કરવું જોઈએ કે જેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ એટલે કે GI ઓછો હોય ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકના ઘણા બધા વિકલ્પો છે. તમને આવી બાબતો વિશે જાણ હોવી જોઈએ.

પાલક બ્લડ સુગર લેવલ મેનેજ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ માત્ર મીઠાઇ ખાવાથી જ નહિ પરંતુ તણાવ, કોલેસ્ટ્રોલ અને જાડાપણું તમારા બ્લડ સુગર લેવલને અસર કરે છે. પાલક આ ત્રણેય સામે લડવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે ઘણા ઉપાયો છે. પરંતુ પાલક ડાયાબિટીસ સાથે સાથે અન્ય ઘણા રોગો સામે લાભદાયી છે.

હેલ્થ એક્સપર્ટનું પણ માનવું છે કે પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ઘણા એવા સંશોધનમાં બહાર આવ્યું છે કે પાલક ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ ગણી શકાય. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પાલક ખૂબ લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના ખોરાકમાં પાલકનો સમાવેશ અચૂકપણે કરવો જોઈએ.

ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલનું અનિયંત્રિત રહેવાનું એક કારણ તણાવ પણ છે. પાલકનું સેવન કરવાથી તમે માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. એવું માનવામાં આવે છે કે પાલકમાં એન્ટી સ્ટ્રેસ ગુણો હોય છે. જે માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. પાલકમાં ફોલેટ, વિટામિન A અને લ્યુટિન પણ હોય છે. જેનાથી તણાવ દૂર થઈ શકે છે.

પાલકમાં લો કાર્બ હોવું એ ડાયાબિટીસ રોગીઓ માટે લાભદાયી માનવામાં આવે છે. વધારે કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લેવાથી સુગર લેવલમાં વધારો થઈ શકે છે. એવામાં પાલકનું સેવન ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. એટલા માટે તમારે પાલક અથવા તો પાલકના જ્યુસનું સેવન દરરોજ કરવું જોઈએ.

પાલકમાં ઓછી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે જે ફાયદારક બાબત કહી શકાય છે. પાલક શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ગુડ કોલેસ્ટ્રોલમાં બદલવામાં પણ મદદ કરી શકે છે. લો કોલેસ્ટ્રોલના કારણે માત્ર ડાયાબિટીસના જ નહીં પરંતુ હૃદયના દર્દીઓ માટે પણ લાભદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp