નકલી તો નથી ને તમારું મીઠું? ભેળસેળવાળું મીઠું બનાવવાની ફેક્ટ્રીનો ફાંડો ફૂટ્યો

PC: pixabay.com

દેશમાં બનાવટી વસ્તુઓની ઘટનાઓ વિશે આપણે અવારનવાર સાંભળતા જ રહીએ છીએ. ક્યારેક નકલી પૈસા બનાવવાનું રેકેટ ઝડપાય છે, તો ક્યારેક નકલી સર્ટિફિકેટ બનાવવાનું રેકટ ઝડપાય છે. ક્યારેક જાણીતી કંપનીઓના નામે ચાલતી પ્રોડક્ટમાં ભેળસેળ કરીને વસ્તુઓ વેચવાનું રેકેટ ઝડપાય છે. એવી ઘણી વધી વસ્તુઓ બનાવટી બનાવીને વેચવામાં આવે છે. બનાવટી વસ્તુઓ એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે કે તેની લોકોને ખબર પણ નથી પડતી. તેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. પરંતુ તેની ગમે ત્યારે તો ભાંગફોડ થાય જ છે. બનાવટી વસ્તુઓથી છેતરાઈ ન જાવ તે માટે તમારે ભરોસાપાત્ર દુકાનદારને ત્યાં જઈને ખરીદી કરો એ જરૂરી છે. હાલમાં જ દિલ્હીમાં ટાટા મીઠામાં ભેળસેળ કરીને મીઠું વેચતી ફેક્ટરીનો ભાંડાફોડ થયો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રહલાદપૂર બાંગર વિસ્તારમાં પોલીસે નકલી ટાટા મીઠું બનાવનારી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પોલીસની એક ટીમ પ્રહલાદપુર બાંગર વિસ્તારમાં એક દુકાન પર છાપેમારી કરવા ગઈ હતી. એ દરમિયાન નકલી ટાટા મીઠું બનાવનારી એક ફેક્ટરીની જાણકારી મળી હતી. ત્યાંથી 3 હજાર કિલોગ્રામથી પણ વધારે નકલી મીઠું મળી આવ્યું હતું. દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, દુકાનદારને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને કોપીરાઈટ એક્ટ હેઠળ અપરાધિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, દેશના ઘણા વિસ્તારોમાં મોટાભાગે જાણીતી કંપનીઓના નકલી ઉત્પાદન બનાવનારી ફેક્ટરીઓના ભાંડફોડની ખબરો આવતી રહે છે. જાન્યુઆરીમાં જ દિલ્હીમાં જિંદપુર વિસ્તારમાં એક એવી જ ફેક્ટરી મળી આવી હતી. આ નકલી ટાટા મીઠું, સર્ફ એક્સેલ અને ટાઈડ વોશિંગ પાઉડરના નકલી રેપર જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ત્યાં પણ મોટી માત્રામાં તૈયાર નકલી મીઠું અને વોશિંગ પાઉડર જપ્ત કર્યા હતા. આ નકલી મીઠું અને વોશિંગ પાઉડરને દિલ્હીના બજારમાં વેચી દેવામાં આવતા હતા. નકલી ઉત્પાદનોની આટલી મોટી માત્રામાં મળી આવવું નિશ્વિતરૂપથી ચિંતાનો વિષય છે. એક તરફ આ નકલી ઉત્પાદન ગ્રાહકોના ખિસ્સા સાથે છેતરપિંડી કરે છે. તો બીજી તરફ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીરરૂપે રમત રમે છે. એવામાં જરૂરી છે કે, ઉપભોક્તાઓ સામનોની ખરીદી કરતી વખતે વસ્તુ અસલી છે કે નહીં તેની ચકાસણી કરી લે. તેના માટે કોઈ ભરોસાપાત્ર દુકાનેથી સામાનની ખરીદી કરવામાં આવે એ વધારે સુરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp