PM મોદીએ જણાવી પોતાની સ્પેશિયલ રેસિપી, બોલ્યા- માતા પૂછે છે હળદર ખાધી કે નહીં?

PC: cloudfront.net

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફિટ ઈન્ડિયા મુવમેન્ટનું એક વર્ષ પૂર્ણ થવા પર દેશની ઘણી હસ્તીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ચર્ચા કરતા એક સ્પેશિયલ રેસિપીનું રહસ્ય પણ જણાવ્યું. પોષણ વિશેષજ્ઞ રુજુતા દિવેકર સાથે વાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તેઓ અવારનવાર મોરિંગા (Drumstick Tree)ના પરાઠા ખાતા હતા, જે પોષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના હોય છે. વડાપ્રધાને આ વાતચીત દરમિયાન જણાવ્યું કે, હજુ પણ તેઓ અઠવાડિયામાં એક કે બેવાર તો તે ખાતા જ રહે છે અને ટૂંક સમયમાં જ લોકો સાથે તેની રેસિપી પણ શેર કરશે.

આ દરમિયાન PM મોદીએ જણાવ્યું કે, કોરોના સંકટ કાળમાં તેઓ દર અઠવાડિયે પોતાની માતા સાથે વાત કરે છે. એવામાં હંમેશાં તેમની માતા તેમને એક સવાલ કરે છે કે, તું હળદર ખાય છે કે નહીં. આથી તે કોરોના કાળમાં વોકલ ફોર લોકલની વાતને આગળ વધારતા રહે છે. PM મોદી સાથે વાત કરતા રુજુતા દિવેકરે જણાવ્યું કે, આપણા ઘરમાં જે નોર્મલ ખાવાનું બને છે, તે જ ખાઈએ તો પણ આપણે ફિટ રહી શકીએ છીએ. એવામાં લોકોએ પેકેટવાળું નહીં પરંતુ ઘરનું તાજું ભોજન ખાવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી ગત વર્ષે જ ફિટ ઈન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આજે તેને એક વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ દેશના ખેલાડીઓ અને ફિટનેસ ફીલ્ડ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કડીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ વાત કરી હતી. PM મોદીએ વિરાટ કોહલી સાથે વાત કરતા કહ્યું કે, તમારું તો નામ પણ વિરાટ અને કામ પણ વિરાટ. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે જે પેઢીમાં રમવા માંડ્યા, ત્યારે ગેમની ડિમાન્ડ બદલાઈ ગઈ હતી. અમારી સિસ્ટમ ગેમ માટે યોગ્ય નહોતી અને આ જ કારણે મારે મારામાં ઘણા બધા બદલાવો લાવવા પડ્યા.

આ ઉપરાંત, PM મોદીએ બેવાર પેરાલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા, અભિનેતા મિલિંદ સોમન જેવી હસ્તીઓ સાથે પણ ફિટનેસ પર વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp