સેક્સ લાઈફ બરબાદ કરી શકે છે પુરુષોની આ નાનકડી બીમારી

PC: meme-arsenal.com

આજે પણ આપણે સેક્સ અને સેક્સ લાઈફ સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે વાત કરતા અચકાઈએ છીએ. જોકે, ઘમા લોકો એવા પણ છે, જે સેક્સ લાઈફની ગંભીર સમસ્યાઓને લઈને ખુલીને વાત કરતા હોય છે. પેરોનીઝ પણ આવી જ એક બીમારી છે, જેના વિશે ખૂબ જ ઓછાં લોકોને જાણકારી હશે, પરંતુ આ બીમારી તમારી સેક્સ લાઈફને નષ્ટ કરી શકે છે.

પેરોનીઝ બીમારીમાં પુરુષના પ્રાઈવેટ પાર્ટમાં કેટલાક ટીશ્યૂ અલગરીતે ડેવલપ થઈ જાય છે. જોકે, આ બીમારી કેન્સર કરતા એકદમ અલગ છે. આ બીમારીમાં ઈરેક્શન દરમિયાન પુરોષોનો પ્રાઈવેટ પાર્ટ વળી જાય છે અને ઘણીવાર તેમાં દુઃખાવો પણ થાય છે. આ બીમારી 10000 પુરુષોમાંથી એકને થતી હોય છે.

પેનોરીઝ એક એવી બીમારી છે, જેમાં પ્રાઈવેટ પાર્ટી પર ઈજાના નિશાન બની જાય છે અથવા પ્રાઈવેટ પાર્ટ વળી જવાના કારણે સેક્સ કરવું અસંભવ બની જાય છે. ઈરેક્શન દરમિયાન પેનિસનો આકાર અજીબોગરીબ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રોથના કારણે પ્રાઈવેટ પાર્ટી કોઈ એક દિશામાં વધુ વળી જાય છે, જ્યારે કેટલાક ગંભીર મામલામાં તે 90 ડિગ્રીના એન્ગલ સુધી વળી શકે છે.

આ બીમારીનું નામ 18મી સદીના ફ્રેન્ચ સર્જનના નામ પર રાખવામાં આવ્યું છે, જેમણે આ અંગે સૌપ્રથમવાર અભ્યાસ કર્યો હતો. આ બીમારી મોટાભાગે 40 વર્ષ અથવા તેના કરતા પણ વધુ ઉંમરના પુરુષોને પ્રભાવિત કરે છે. કેટલીકવાર યુવાનોમાં પણ આ સમસ્યા આવી શકે છે. આ બીમારી થવાનું કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે, ઈજા, રમત-ગમત અથવા અગ્રેસિવ સેક્સ આ કંડિશન માટે જવાબદાર હોઈ શકે છે. કેટલાક પુરુષોમાં તે આનુવંશિક પણ હોઈ શકે છે, જ્યારે કેટલીકવાર ટેસ્ટોસ્ટેરોનની ઓછી માત્રાને કારણે પણ આવું થઈ શકે છે.

આથી, જો તમારામાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળે તો, જરા પણ અચકાયા વિના સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. જેથી વહેલી તકે આ બીમારીને દૂર કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp