રાજકોટ વન-ડે રમવા આવેલા કોહલીએ કૌશલ સાથે કેમ સેલ્ફી પડાવી, જાણીને તમે કહેશો વાહ

PC: dainikbhaskar.com

17 જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની બીજી વન-ડે મેચ યોજાઈ હતી. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડીયમ પર ઉમટી પડ્યા હતા. લોકો ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા માટે દોડી જતા હતા પરંતુ વિરાટ કોહલીએ ધોરણ છમાં અભ્યાસ કરતા અને બે કેન્સરની સાથે જંગ જીતનારા કૌશલ સાથે સેલ્ફી પડાવી હતી.

રિપોર્ટ અનુસાર ધોરણ છમાં અભ્યાસ કરતો કૌશલ સાત વર્ષનો હતો ત્યારે તેની બીમારીની સારવાર દરમિયાન બ્લડ કેન્સર ડિટેકટ થયું હતું. જેથી પરિવારના સભ્યો દ્વારા કૌશલના બ્લડ કેન્સરની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સારવાર ચાલી રહી હતી તેના બે વર્ષ પછી એક રિપોર્ટમાં કૌશલને મગજનું કેન્સર હોવાનું પણ ડૉકટરને જાણવા મળ્યું હતું. નવા વર્ષના દીકરાને બે કેન્સર હોવાની વાતની પરિવારના સભ્યોને જાણ થતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

કૌશલના પરિવારજનોએ હાર નહીં માનીને કૌશલની સારવાર શરૂ કરાવી હતી. બ્લડ કેન્સર અને મગજના કેન્સરની સારવાર કરાવવા માટે કૌશલને અગલ-અલગ રાજ્યોની હોસ્પિટલોમાં પણ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. કૌશલના માતા-પિતાએ હાર નહીં માનીને કૌશલની સંપૂર્ણ સારવાર કરાવતા આજે કૌશલને કોઈ પણ પ્રકારની બીમારી નથી. નાની ઉમરે બે કેન્સરની સામે લડીને જીતનાર કૌશલ સાથે વિરાટ કોહલીએ રાજકોટમાં સેલ્ફી પડાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp