સુરતની સરકારી હોસ્પિટલના તબીબને મહિને દોઢ લાખ પગાર મળતો પણ...

PC: dainikbhaskar.com

ઘણી વાર સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ખાનગી શાળા કે, હોસ્પિટલમાં ગેરકાયદેસર ફરજ બજાવતા પકડાય છે ત્યારે સુરતમાં પણ મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડૉક્ટરને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા વિજીલન્સની ટીમે પકડ્યા હતા.

રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકા હસ્તક આવેલા ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જયેશ રાણાનો માસિક પગાર દોઢ લાખ કરતા વધારે હતો અને સાથે-સાથે તે નોન-પ્રેક્ટીસ એલાઉન્સ પણ લેતા હતા. મહત્ત્વની વાત એ છે કે, નોન-પ્રેક્ટીસ એલાઉન્સ લેતા મેડીકલ ઓફિસર અન્ય જગ્યા પર પ્રેક્ટીસ કરી શકતા નથી છતાં પણ ડૉક્ટર જયેશ રાણા આંબાવાડીના પ્રગતિ ક્લિનિકમાંથી રોકડી કરતા હતા. આ બાબતે સ્ટેટ વિજીલન્સને ટેલીફોનીક માહિતી મળી હતી.

ડૉક્ટર જયેશ રાણા આંબાવાડીની પ્રગતિ ક્લિનિકમાં દર્દીઓને તપાસીને પ્રિસ્ક્રીપ્શન લખી રહ્યા તે સમયે વિજીલન્સની ટીમ હોસ્પિટલમાં રેડ કરી હતી. ડૉક્ટર જયેશ રાણાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, હું રેગ્યુલર નથી આવતો આ ક્લિનિકમાં મહિલા ડૉક્ટર નહીં આવતા દર્દીઓને હાલાકી ન પડે તે એટલા માટે હું આવ્યો છું.

આ સમગ્ર મામલે સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પ્રોવિઝન અનુસાર કોઈ પણ તબીબ ખાનગી પ્રેક્ટીસ કરી શકે નહીં. ખાનગી પ્રેક્ટીસ કરે છે તો તેમને પેનલાઈઝ કરવું પડશે, તેમને નોકરીમાંથી કાઢવા પડશે, નિયમ અનુસાર જ એગ્રીમેન્ટ જ કરાતો હોય છે.

કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, પાલિકામાં આ પ્રકારના ઘણા તબીબો વિષે માહિતી આપી હતી. ડૉક્ટર રાણા ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કરતો હતો પણ હેલ્થ સેન્ટરનો સમાન પણ ખાનગી ક્લિનિકમાં વાપરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp