અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સગીરાનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો

PC: tosshub.com

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલી દુષ્કર્મની ઘટના જેવો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે પરંતુ અમદાવાદની ઘટનામાં સગીરાની હિંમતના કારણે તે નરાધમના ચંગુલમાંથી છૂટીને પોતાનો બચાવ કરવામાં સફળ રહી હતી. સગીરાએ પોતાની સાથે બનેલી ઘટનાને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે સગીરાની ફરિયાદ લઇને બળાત્કારનો પ્રયાસ કરનારા ઇસમની શોધખોળ શરૂ કરી છે.

એક રિપોર્ટ અનુસાર ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં આવેલા વિરાટ નગરમાં રહેતી એક 17 વર્ષની સગીરા તેના બોયફ્રેન્ડની સાથે 14 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાના સમયે વિરાટનગર પાસે આવેલા સદગુરુ ગાર્ડનમાં બેઠી હતી, તે સમયે એક યુવક આ સગીરા અને તેના બોયફ્રેન્ડની પાસે આવ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.

અજાણ્યા ઇસમે સગીરા અને તેના બોયફ્રેન્ડને ગાર્ડનમાં કેમ બેઠા છો તેમ કહીને બોયફ્રેન્ડને થપ્પડ મારી હતી અને પોતાના ઘરે જવા માટે કહ્યું હતું. તેથી બોયફ્રેન્ડ અને સગીરા ઘરે જવા માટે રવાના થયા હતા. સગીરા જે સમયે એકલી હતી ત્યારે અજાણ્યા ઇસમે સગીરાને કહ્યું હતું કે, તારે પોલીસ સ્ટેશન આવું પડશે અને પછી અજાણ્યો ઇસમ સગીરાને પોતાની બાઈક પર પોલીસ સ્ટેશનમાં લઇ જવાના બદલે અમદાવાદમાં આવેલી શબરી હોટલના કોમ્પલેક્ષમાં લઇ ગયો હતો, આ કોમ્પ્લેક્ષમાં આવેલી સિદ્ધિ વિનાયક હોસ્પિટલના ઉપરના માળે જઈને સગીરા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સગીરાએ નરાધમથી બચવા પ્રતિકાર કરીને બૂમાબૂમ કરીને ભાગીને નીચેની હોસ્પિટલમાં ચાલી ગઈ હતી અને ત્યાંના લોકો પાસેથી મદદ માગી હતી. હોસ્પિટલના લોકોને જાણ થતા નરાધમ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો અને ત્યારબાદ સગીરાએ પોલીસકંટ્રોલ રૂમમાં ફોન કરીને તમામ હકીકત જણાવી હતી.

પોલીસના કંટ્રોલરૂમમાંથી નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને વર્ધી આપવામાં આવતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સગીરાની ફરિયાદ લઇને પોલીસની ઓળખ આપીને દુષ્કર્મનો પ્રયાસ કરનાર ઇસમ સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી હતો. નરાધમને શોધવા માટે પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમરાના ફૂટેજની પણ તપાસ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp