રાજકોટમાં પુત્રની બીમારીથી કંટાળીને માતાએ પુત્રની હત્યા કરી નાંખી

PC: dainikbhaskar.com

દીકરાને કોઈ પીડા થાય તો માતા જયાં સુધી દીકરાને પીડા ઓછી ન થાય ત્યાં સુધી તેની ચિંતા કરે છે પરંતુ બીમાર દીકરાની સેવા કરવાના બદલે માતાએ તેને મારી નાંખ્યો હોવાની ઘટના રાજકોટમાં પ્રકાશમાં આવી છે. દીકરાની હત્યા કર્યા બાદ માતાએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજકોટ પોલીસની સતર્કતાને કારણે પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારી માતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના કુવાડવા રોડ પર આવેલા રણછોડવાડી વિસ્તારમાં દક્ષાબેન ડાંગરિયા તેમના પરિવારની સાથે રહે છે. દક્ષાબેનને 17 વર્ષનો પ્રિન્સ નામનો પુત્ર છે. પ્રિન્સને છેલ્લા ત્રણથી ચાર મહિના દરમિયાન મગજમાં ગાંઠ હોવાના કારણે તે બીમાર રહેતો હતો. બીમાર પુત્રની સારવારથી કંટાળેલી માતા પુત્રની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. 5 એપ્રિલના રોજ દક્ષાબેન તેના પુત્રને પટ્ટા વડે ગળેટુંપો આપી નાખ્યો અને ત્યારબાદ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા માટે દીકરાને પલંગ પર સુવડાવીને દુપટ્ટાનો એક છેડો સિલાઈ મશીનમાં બાંધી દીકરાના ગળામાં વીંટી દીધો હતો, ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યો થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી.

પરિવારના 17 વર્ષના પુત્રનું મોત થતાં રાજકોટ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, પ્રિન્સની હત્યા ગળેટુંપો આપીને કરવામાં આવી છે. યુવકની હત્યા થયાનું જાણવા મળતા પોલીસે પરિવારના સભ્યોની કડકાઈથી પૂછપરછ કરતા. પ્રિન્સની માતાએ તેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે દક્ષાબેન સામે હત્યાનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp