ગુજરાત સરકારનો ખુલાસો, સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તન કરવા માટે અરજી કરી

PC: contemporaryfamilies.org

વિધાનસભાના ત્રણ દિવસના શિયાળુ સત્ર દરમિયાન સરકાર દ્વારા ઘણી બાબતોના ખુલાસોઓ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂના મુદ્દામાલ પકડાવવાના, બળાત્કાર અને અપહરણની બાબતમાં ચોંકાવનારા ખુલાસોઓ સામે આવ્યા હતા, ત્યારે હવે સર્વધર્મ સમભાવની વાત કરતા ગુજરાતમાં સૌથી વધારે હિંદુઓ ધર્મ પરિવર્તન કરવા માટે સરકારમાં અરજી કરતા હોવાનું સામે આવ્યું છે. પાંચ વર્ષના સમય દરમિયાન કુલ 1758 નાગરિકોએ પોતાનો ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી હતી.

એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજ્ય સરકારને ધર્મ પરિવર્તન બાબતે મળેલી અરજીઓ બાબતે સવાલ પૂછતા રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, રાજ્ય સરકારને વર્ષ 2014-15થી વર્ષ 2017-18માં મળેલી અરજીઓમાં સરકારે 1001 લોકોને ધર્મ પરિવર્તનની મંજૂરી આપી હતી.

  • રાજ્ય સરકારને વર્ષ 2014-15માં 572 અરજીઓ મળી હતી, તેમાંથી 55ને અરજી મંજૂર કરવામાં આવી હતી.
  • વર્ષ 2015-16માં 163 અરજીઓ મળી હતી, તેમાંથી 57 મંજૂર કરવામાં આવી હતી.
  • વર્ષ 2016-17માં 158 અરજીઓ મળી હતી, તેમાંથી 116ને અરજી મંજૂર કરવામાં આવી હતી.
  • વર્ષ 2017-18માં 146 અરજીઓ મળી હતી, તેમાંથી 98 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.
  • વર્ષ 2018-19માં સરકારને 746 અરજીઓ મળી હતી, તેમાંથી 675 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

વર્ષ 2016-17, 2017-18 અને 2018-19ના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ધર્મ પરિવર્તન કરતા લોકોની સંખ્યા સૌથી વધારે છે. પાંચ વર્ષના સમયમાં મળેલી અરજીઓમાં હિંદુ લોકોની સંખ્યા 1684 છે, મુસ્લિમ લોકોની સંખ્યા 79 છે, ખ્રિસ્તી, શીખ અને અન્ય ધર્મના લોકોની સંખ્યા 22 છે. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ધર્મ પરિવર્તન કરવા માટે સૌથી વધારે હિંદુ લોકો અરજી કરે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp