CM રૂપાણીએ મોરારીબાપૂ, દિપીકા ચીખલીયા, પરેશ રાવલ સાથે વાત કરી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19ની હાલ સર્જાયેલી સ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉનમાં રાજ્ય સરકારના પગલાંઓ, વ્યવસ્થાઓ અને જરૂરતમંદ વ્યક્તિઓ પ્રત્યેની સંવેદનાઓની કામગીરી અંગે સમાજજીવનના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, કથાકારો, સંતો સાથે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી વિડીયો સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ ટેકનોલોજીના સુચારૂ વિનિયોગ રૂપે સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર દ્વારા તબીબો, કોરોના સારવારગ્રસ્તો, પોલીસકર્મીઓ, સરપંચો સાથે અગાઉ સંવાદ કરેલો છે. હવે, વિજય રૂપાણીએ સુપ્રસિદ્ધ રામાયણી સંત મોરારીબાપૂ, ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા તેમજ પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુ પટેલ, ફિલ્મ-નાટય સંગીત જગતના સુપ્રસિદ્ધ કલાકારો પરેશ રાવલ અને દિપીકા ચીખલીયા તેમજ વિક્રમ ઠાકોર સાથે વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને મળી રહેલા જનસહયોગ ઉપરાંત પ્રજાવર્ગો-નાગરિકો ઘરમાં જ રહીને અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા સહયોગ કરે છે તેની ભૂમિકા આપી હતી. તેમણે સમાજવર્ગો પર પોતાના વ્યક્તિત્વ અને કતૃત્વથી પ્રભાવી રહેલા અને માર્ગદર્શક બનેલા આ મહાનુભાવો પાસેથી અગત્યના સૂઝાવોની અપેક્ષા પણ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીને પૂજ્ય મોરારીબાપૂ, રમેશભાઈ ઓઝા સહિત સૌએ રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ સામે સરકારના આયોજન, સારવાર સુવિધાઓ, જનજાગૃતિ માટેના પ્રચાર-પ્રસારથી સંતોષ વ્યકત કરી અભિનંદન આપ્યા હતા. તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ પોતાની આરોગ્યરક્ષા માટે લોકડાઉનના નિયમોનું પાલન કરવા અને પ્રશાસનનો સહયોગ કરવા અપિલ કરી હતી અને આ કપરા સમયે સૌ સરકારની પડખે છે તેવો અહેસાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરો સહિત જિલ્લામથકોએ કોરોનાના ઉપચાર-સારવાર માટે સ્પેશ્યલ કોરોના હોસ્પિટલની સેવાઓ, વેન્ટીલેટર ઉપલબ્ધિ અને સૌને જીવનજરૂરી ચીજવસ્તુઓ-સેવાઓ વિનાવિઘ્ને મળે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે તેની પણ વિસ્તૃત વિગતો આ સંવાદ દરમ્યાન આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp