મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ માટેના સૌથી મોટા ટેન્ડરમાંથી એક માટે ટેન્ડર ખોલ્યું

PC: indianexpress.com

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન એ 47% રેલવે માર્ગ અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલના 4 સ્ટેશનોને આવરી લેનારા સૌથી મોટા ટેન્ડર માટે ટેક્નિકલ ટેન્ડર શરૂ કર્યા છે. મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ્વે કોરિડોરની 237 કિલોમીટર લાંબી મેઇનલાઇનના ડિઝાઇન અને નિર્માણ માટે ટેક્નિકલ ટેન્ડર ખોલવામાં આવ્યા

આ ટેન્ડર ગુજરાત રાજ્યના વાપી અને વડોદરા વચ્ચેના કુલ 508 કિલોમીટરના રેલ માર્ગમાંથી લગભગ 47% છે. તેમાં 04 સ્ટેશનો વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ, 24 નદીઓ અને 30 રસ્તા ક્રોસિંગ છે. આ પૂરો રેલ ખંડ ગુજરાત રાજ્યમાં છે અને આ પ્રોજેક્ટ માટે 83%થી વધુ જમીનનું અધિગ્રહણ થઈ ચૂક્યું છે.

આ પ્રતિસ્પર્ધી નીલામી પ્રક્રિયામાં 7 પ્રમુખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સહિત ત્રણ બોલી લગાવવા વાળાઓએ ભાગ લીધો છે.

 બિડરોનું નામ:

 1: એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ-ઈરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ-જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ

 2: લાર્સન અને ટુબ્રો લિમિટેડ.

 3: એનસીસી લિમિટેડ - ટાટા પ્રોજેક્ટ લિમિટેડ - જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ - એચએસઆર સંગઠન

આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન એકલા એમએએચએસઆર 90,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ આપશે. આ પ્રોજેક્ટથી રોજગારની તકોમાં વધારો થશે અને ઉત્પાદન અને વિનિર્માણ એકમોને પણ ફાયદો થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટના નિર્માણમાં 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 1.4 લાખ મેટ્રિક ટન સરચનાત્મક ઇસપાતનો ઉપયોગ થવાની સંભાવના છે. આ બધાંનું ઉત્પાદન ફક્ત ભારતમાં થશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ દ્વારા નિર્માણ મશીનરી બજારને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp