તમે દારૂબંધીની નીતિનો વિરોધ કરો છો? તો આ હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવો

PC: assettype.com

ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીનો કડકપણે અમલ થતો હોવાની વાત કરી રહી છે. પરંતુ અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રહેલો દારૂ બુટલેગરોની મિલીભગતથી વેચાતો હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. તો કેટલીકવાર ખુદ પોલીસકર્મીઓ જ દારૂની સપ્લાય કરતા હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીની નીતિ મુદ્દે શંકરસિંહ વાઘેલા અગાઉ જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે અને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે.

ત્યારે ફરી એક વખત શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂની છૂટ આપવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે. તેમને સોશિયલ મીડિયા પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો અભિપ્રાય માગ્યો છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દારૂબંધીથી થતું નુકસાન અને દારૂબંધી હટાવવાની કારણે થતા ફાયદાઓ પણ જણાવ્યા છે.

તેમને દારૂબંધીના નુકસાનમાં જણાવ્યું હતું કે,

  • ઓરીજનલ દારૂ માર્કેટ ભાવ કરતાં ત્રણથી ચાર ગણો મોંઘો હોવાના કારણે લોકો ઝેરી કેમિકલવાળા દારૂ પીવા મજબૂર.
  • જે રૂપિયા રાજ્યની તિજોરીમાં ટેક્સ સ્વરૂપે જવા જોઈએ તે બ્લેક માર્કેટના કારણે સત્તાપક્ષના પાર્ટીના ફંડમાં અને અસામાજિક તત્ત્વોના હાથમાં જાય છે.
  • બ્લેક માર્કેટમાં ભાજપ સાથેની ભાગીદારીના કારણે અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી અને ગુના વધ્યા છે. પોલીસ પણ સરકારના આદેશથી ચુપ.
  • દારૂબંધીના કારણે ટૂરિઝમનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ ઘણી ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં નથી આવી રહી.
  • બ્લેક માર્કેટના કારણે રાજ્યને ન તો ટેક્સ મળી રહ્યો છે કે, ન રોજગાર ઊભો થઈ રહ્યો છે.

તેમને દારૂબંધી હટાવવાના ફાયદા જણાવ્યા હતા કે,

  • બ્લેક માર્કેટ બંધ થતાં લોકોને માર્કેટ ભાવથી બિનહાનિકારક દારૂ ઉપલબ્ધ થશે.
  • રાજ્યના ટેક્સની મોટી આવક થશે. તે લોકોના મૂળભૂત વિકાસ પાછળ ખર્ચી શકાશે. અંદાજે 33 હજાર કરોડથી વધુ વાર્ષિક ટેક્સની આવક થશે.
  • દારૂબંધી હટતા પાર્ટી અને અસામાજિક તત્ત્વોનું ગઠબંધન તૂટશે અને પોલીસ અસામાજિક તત્ત્વો પર કડક હાથે કાર્યવાહી કરી શકશે.
  • ટૂરિઝમને બળ મળશે અને રોજગારી તેમજ આવક ઊભી થશે.
  • દારૂબંધી હટતા ટેક્સ પણ મળશે અને સરકારી ઠેકા થકી હજારો લોકોને રોજગારી પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp