ખોટા પુરાવા ઊભા કરી ક્લબ મેમ્બરશીપ મેળવવા કાવાદાવા, કોર્ટે લપડાક આપી

PC: nccourts.gov

સુરત શહેરના રામપુરા વિસ્તારમાં રહેતા વિપુલ જરીવાળાએ પેરાઇઝો-ધી ક્લબ અને અન્ય લોકો વિરુધ સુરત જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી છે. 

ફરિયાદમાં જણાવ્યું કે, ક્લબની ગોલ્ડ મેમ્બરશીપ લેવાનું નક્કી થયેલું હતું. જેથી મેમ્બરશીપ માટે 1,60,000 તથા 30 હજાર ચૂકવ્યા હતા. ક્લબે રસીદ આપવાનો અને ક્લબમાં સભ્ય બનાવવાનો પણ ઇન્કાર કર્યો હતો. જેથી આખરે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરાઇ હતી.

જેથી ક્લબે એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફતે ગ્રાહક અદાલતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું કે, ક્લબની મેમ્બરશીપ ફી પેટે રોકડા 1,60,000 અને રસીદ આપેલ હોવાની ફરિયાદ તદન ખોટી છે. હકીકતમાં તો ક્લબની ઓફિસમાં કામ કરતાં કર્મચારી સાથે સંબંધ કેળવી તેમની પાસેથી બનાવટી 3233 રસીદ મેળવી હતી. પરંતુ, 3233 નંબરવાળી ક્લબે કોઇ રસીદ ઇસ્યુ કરી જ નથી. 

વધુમાં ક્લબ કોઇપણ પેમેન્ટ રોકડ લેતી નથી. આ ઉપરાંત ફરિયાદીએ રજૂ કરેલી રસીદ પર રેવેન્યુ સ્ટેમ્પ પણ લગાવેલ નથી. આમ, ફરિયાદીએ ક્લબમાં મેમ્બર થવા માટે મેમ્બરશીપ ફીનું પેમેન્ટ કર્યું હોવાનું સાબિત થતું નથી. જેથી મેમ્બરશીપ આપવાનો કે કોઇ રકમ રીફન્ડ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. જેથી આ ફરિયાદ રદ કરવી જોઇએ તેવી દલીલો એડવોકેટ શ્રેયસ દેસાઇએ કરી હતી. 

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયાધીશ એ.એમ.દવે અને સભ્ય મેઘાબેન જોષીએ આપેલ હુકમમાં ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp