ઉત્તરાયણમાં પરણિત પ્રેમીએ સગીરાને ઘરમાં ખેંચીને મ્યૂઝીક ફૂલ કરીને બળાત્કાર કર્યો

PC: powerofpositivity.com

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થતો જાય છે અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે પાડોશમાં રહેતા યુવકે જ સગીરાને પોતાના ઘરમાં બંધક બનાવીને સગીરા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ સગીરાને રૂમમાં બંધ કરીને પાડોશી ફરાર થઇ ગયો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની બાજૂમાં રહેતા એક પરિણીત યુવકની સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો. ઉતરાયણના દિવસે જ્યારે સગીરા બંગલામાં કામ કરીને પોતાના ઘરે આવી ત્યારે પાડોશી યુવક સગીરાને તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી, તેમ કહીને સગીરાને ઘરમાં લઇ જઈને પટ્ટાથી માર માર્યો હતો અને ત્યારબાદ ફેફી પદાર્થ પીવડાવીને સગીરા પર જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. શારીરિક સંબંધ બાંધતા સમયે સગીરાના ભાઈનો ફોન આવતા નરાધમે પોતાના ઘરમાં રહેલી મ્યુઝીક સીસ્ટમ ફૂલ કરીને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ પ્રેમી સગીરાના મો પર દુપટ્ટો બાંધીને ઘરનો દરવાનો બંધ કરીને ફરાર થઇ ગયો હતો.

થોડી વાર પછી નરાધમ રૂમમાં પાછો આવ્યો અને ત્યારબાદ નરાધમે સગીરાના મો પર બાંધેલો દુપટ્ટો છોડતા સગીરાને બૂમાબૂમ કરી હતી તેથી સગીરાના પરિવારજનો સગીરાના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેને કપડા પહેરાવ્યા હતા. નરાધમ પ્રેમીએ સગીરાના પરિવારજનોને ધમકી આપી હતી કે, તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો તે સગીરાને બદનામ કરી દેશે. સગીરાના પરિવારજનોએ પ્રેમીની ધમકીથી ન ડરીને વાડજ પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp