ભારતના વિકાસ દર વિશે વિશ્વબેંકે કહ્યું એવું કે મોદી સરકારનું ટેન્શન વધશે

PC: tosshub.com

ભારતમાં આર્થિક મંદીની બુમરાણ ચાલી રહી છે તેની વચ્ચે વિશ્વબેંકે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડીને બળતામાં ધી હોમ્યું છે.વિશ્વબેંકે પાછું એમ પણ કહ્યું કે વર્ષ 2021માં ભારત ફરીથી તેનો ગ્રોથ રેટ હાંસલ કરી શકશે.વર્લ્ડ બેંકે ભારતના વિકાસ દર અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6 ટકા રહેશે એવું કહ્યું છે.માત્ર વિશ્વબેંક જ નહીં મૂડીઝ અને આરબીઆઇએ પણ વિકાસદર અંદાજમાં ઘટાડાની વાત કરીને દેશને ઝટકો આપ્યો છે.

વિશ્વબેંકે કહ્યું છે કે ભારતમાં સતત બે વર્ષથી ગ્રોથ રેટ ઘટી રહ્યો છે. વર્ષ 2017-18માં ગ્રોથ રેટ 7.2 ટકા હતો જે 2018માં ઘટીને 6.9 ટકા રહ્યો હતો.હવે આ ગ્રોથ રેટ 6 ટકા રહેશે . જોકે સાઉથ એશિયાની ઈકોનોમિક ફોકસની લેટેસ્ટ એડિશનમાં વિશ્વ બેન્કે એમ પણ કહ્યું છે વર્ષ 2021માં ભારત તેનો ગ્રોથ રેટ 6.9 ટકા ફરીથી રિકવર કરી શકે છે.

જયારે બીજી તરફ ક્રેટીંગ એજન્સી મૂડીઝે વર્ષ 2019-20માં ભારતનો વિકાસ દર 5.8 ટકા રહેશે એવું અનુમાન કર્યું છે. મૂડીઝે આ પહેલા ભારતનો જીડીપી ગ્રોથ 6.2 ટકા રહેશે એવું કહ્યું હતું.મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ગંભીર ચેતવણી પણ આપી છે. મૂડીઝે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તી ચાલુ રહેશે તો સરકારની ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાની કોશિશને ઝટકો લાગશે. તેની સાથે જ લોનનો બોજો પણ વધતો જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp