ગુજરાતમાં આ ગેંગસ્ટરો સાથે નેતાઓના કનેક્શન હોવાનો ગૃહમંત્રાલયે રિપોર્ટ કર્યો હતો

PC: intoday.in

રાજકારણીઓ અને અંડરવર્લ્ડના કનેક્શનની વાત હાલમાં શિવસેના નેતા સંજય રાઉતના ઇન્દિરા ગાંઘી અને ડોન કરીમ લાલાની મુલાકાતને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસના વિરોધ પછી રાઉતે નિવેદન પાછું ખેંચ્યું છે પરંતુ તેઓ ખોટા છે તેવું નથી કહ્યું. જો અંડરવર્લ્ડ અને રાજકારણીઓના કનેક્શનની વાત કરીએ તો મુંબઇના 1993ના બ્લાસ્ટ પછી આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્યાયો હતો. કેન્દ્રની કોંગ્રેસના સરકારના ગૃહપ્રધાને આ કનેકશનનોની તપાસ માટે એન.એન. વોરા કમિટીનું ગઠન કર્યું હતું. ગૃહ મંત્રાલયે નેતાઓના અંડરવર્લ્ડ કનેક્શનની તપાસ કરીને વોરા કમિટીને રિપોર્ટ પણ સબમિટ કર્યો હતો જેને સંસદમાં મૂકવામાં આવી હતી. પરંતુ આ રિપોર્ટમાં સત્ય ઉજાગર ન થાય તેવા પૂરા પ્રયત્નો થયા અને તે સફળ પણ રહ્યા હતા. ખેરખર જે ગંદકી હતી તે બહાર આવી શકી ન હતી. જોકે, ત્યારપછી રાજેશ પાયલટનું અકસ્માતમાં શંકાસ્પદ મોત જરૂર થઇ ગયું હતું.

(ડોન કરીમલાલા અને  ઇન્દિરા ગાંધીની મુલાકાતની ફાઇલ તસ્વીર)

વોરા કમિટીને ગૃહમંત્રાયલે જે રિપોર્ટ કર્યો હતો તેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તે વખતના મોટા નેતાઓનું નામ હતું. તે રિપોર્ટમાં જણાવાયું હતું કે ગુજરાતના અબ્દુલ લતીફ, રતિલાલ નાવિક, ઇજ્જુ શેખ, હસન દાદા, અમર સુભાનિયા અને રામભાઇ ગડવાઇ જેવા ગેંગસ્ટરો જોડે ગુજરાતના તે વખતના મોટા નેતાઓનું કનેક્શન હતું.

ગુજરાતના નેતાઓ અને ગેંગસ્ટરો

અબ્દુલ લતીફઃ ગુજરાતનો સૌથી મોટો ગેંગસ્ટર હતો તેના પર હાલમાં જ એક ફિલ્મ પણ બની ચૂકી છે. તેના કનેક્શન મુખ્યપ્રધાન રહી ચૂકેલા એક નેતા સાથે હતા તેવું વોરા કમિટીના રિપોર્ટમાં જણાવાયું હતું. તે ગુજરાતનો સૌથી મોટો બુટલેગર તો હતો જ તેની સાથે દાઉદ ઇબ્રાહિમ માટે પણ કામ કરતો હતો. તેણે તેના રાજકીય ગોડફાધરની સલાહ પર રાજકારણમાં પ્રવેશ પણ કર્યો હતો.

રતિલાલ નાવિકઃ સુરતના રતિલાલ નામના ગેંગસ્ટરનું કનેક્શન સુરતના એક કોંગ્રેસના એક મોટા નેતા સાથે હોવાનું નોંધાયું હતું. આ નેતા સુરતના મેયર પણ બન્યા હતા.

ઇજ્જુ શેખઃ ગુજરાતના પરંતુ કેન્દ્રમાં મહત્વની ભૂમિકા ભજવતા એક કોંગ્રેસના નેતાનું કનેક્શન વલસાડના ગેંગસ્ટર ઇજ્જુ શેખ સાથે હોવાનું બહાર આવ્યું હતું. ઇજ્જુ શેખનું નામ 1993 બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સ અને શસ્ત્રોની હેરાફેરીમાં આવ્યું હતું અને તેની ધરપકડ થઇ હતી.

આ અન્ય ગેંગસ્ટરો સાથે કનેક્શન

હસન દાદા સાથે ગુજરાતના બે મંત્રીઓ અને અમર સુભાનિયા સાથે મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતા સાથે ઘરોબો હોવાનું બહાર આવ્યું હતું. રામભાઇ ગડવાઇ સાથે પણ એક મંત્રીને કનેકશન હોવાનું બહાર આવ્યું હતું.

મહારાષ્ટ્રના નેતાઓ અને ગેંગસ્ટરો

દાઉદ ઇબ્રાહિમ, મોહમ્મદ ડોસા, પી.રાજ.કોલી, હાજી અહેમદ, ટાઇગર મેમણ સાથે પણ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન અને મંત્રીઓના સંબંધો વોરા કમિટીના રિપોર્ટમાં બહાર આવ્યા હતા.

મુંબઇમાં હીરાનો ધંધો કરતો મૂલચંદ શાહ ઉર્ફે ચોકસી કડીરૂપ હતો

અંડરવર્લ્ડ અને રાજકારણીઓ વચ્ચે કડીરૂપ ભૂમિકા મુંબઇમાં હીરાનો ધંધો કરનારા મૂલચંદ શાહ ઉર્ફે ચોકસીની હતી. તે હવાલાનો ધંધો કરતો હતો. 1993 બ્લાસ્ટમાં ટાઇગર મેમણને રૂ. 2.5 કરોડ આપવાના આરોપસર તેની ધરપકડ પણ થઇ હતી. પરંતુ મૂલચંદ મુંબઇ જ નહીં પરંતુ દિલ્હી સુધી એટલો પહોંચેલો હતો કે તેને જેલમાં રાખવો મુશ્કેલ હતો. તેને જામીન મળી જ જતા હતા. તે મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રી સુધી પૈસા પહોંચાડતો હોવાની વાત વોરા કમિટીના રિપોર્ટમાં જણાવાઇ હતી.

એટલે રાજકારણ અને અંડરવર્લ્ડના કનેક્શનની વાત કોઇ મોટી વાત નથી. વર્ષોથી રાજકારણીઓ ચૂંટણીઓ જીતવા માટે અને નાણા, રાજકીય હત્યાઓ, ધાકધમકી અને અપહરણો કરવા માટે ગેંગસ્ટરોનો ઉપયોગ કરતા આવ્યા છે. જોકે, પહેલા ગેંગસ્ટરોનો ઉપયોગ રાજકારણીઓ કરતા અને પછી એવો ટ્રેન્ડ આવ્યો કે ગેંગસ્ટરો પોતે રાજકારણીઓ બનીની ચૂંટણી લડવા લાગ્યા હતા. જોકે, 2 વર્ષથી વધુની સજા ભોગવી હોય તેવા લોકો ચૂંટણી ન લડી શકે તેવો નિયમ આવ્યા પછી કંઇક અંશે ફરક પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp