સુરત પોલીસમાં પહેલીવાર: મોટાભાગના IPS કડકડાટ ગુજરાતી બોલે છે

PC: Youtube.com

સુરત શહેર પોલીસમાં ઘણા લાંબા સમય પછી એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખુદ પોલીસ કમિશનર સહિત મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ ગુજરાતી છે. પરિણામે તમે કોઇ પણ આઇપીએસ અધિકારીની ઓફિસમાં જઈ આરામથી ગુજરાતીમાં વાત કરી શકો છો.

સુરતમાં પોલીસ કમિશનરની નિમણૂક થવાનો પ્રારંભ થયો તેને આજે 38 વર્ષ થયા છે. આ 38 વર્ષના ઇતિહાસમાં સુરતના પોલીસ કમિશનર પદે પહેલી વખત ગુજરાતી અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટની નિમણૂક થઈ છે. આ ઉપરાંત સેક્ટર ટુ તરાકે ફરજ બજાવનારા ડી.એન. પટેલ તેમજ ટ્રાફિક એન્ડ ક્રાઇમના એડિશનલ પોલીસ કમિશનર એચ. આર. મુલિયાણા પણ ગુજરાતના જ વતની છે.

જ્યારે સેક્ટર વનની જગ્યા હાલ ખાલી છે. જેનો ચાર્જ મુલિયાણા પાસે છે.

હવે વાત કરીએ નાયબ પોલીસ કમિશનરની. તો મોટા ભાગના ડીસીપીઓ પણ ગુજરાતના જ છે. ડીસીપી ઝોન-1 આર.પી. બારોટ, ડીસીપી ઝોન-2 બી.આર. પાંડોર, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ ચિંતન તેરૈયા, ડીસીપી ક્રાઇમ રાહુલ પટેલ, ડીસીપી ઝોન-4 પન્ના મોમૈયા, ડીસીપી હેડક્વાર્ટર સજ્જનસિંહ પરમાર ગુજરાતી છે. માત્ર ડીસીપી વિધિ ચૌધરી અને પ્રશાંત સુંબે બિનગુજરાતી અધિકારીઓ છે. એટલે કે મોટા ભાગના ડીસીપી પણ ગુજરાતી જ છે. પરિણામે લોકોને તેમની સાથે સંપર્ક કરવામાં સરળતા રહે. ભાષાનો પ્રશ્ન નડે નહીં.

(હરેશ ભટ્ટ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp