સુરત જામનગર ઇન્ટરસિટી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચને કોણે જાગીર બનાવી લીધો ?

PC: youtube.com

સુરતથી બપોરે 1.25 કલાકે ઊપડતી સુરત જામનગર ઇન્ટરસિટી ટ્રેનનો ફર્સ્ટ ક્લાસ કોચ અહીથી ચઢતા પાસ હોલ્ડરોએ પોતાની જાગીર બનાવી દીધાની ફરિયાદ સામે આવી છે. સુરતથી આ કોચમાં કોઈ બીજા જરૂરિયાત મંદ યાત્રીને બેસવા દેવાતા નથી. પછી તે મહિલા હોય, સિનિયર સિટીજન હોય , વિકલાંગ હોય કે દર્દી હોય. ટ્રેન ઊપડતાં પેહલા 2થી 3 યાત્રી મહાશય કોચના દરવાજા પર ઊભા રહે છે અને પાસ હોલ્ડર સિવાય કોઈને પણ અંદર જતાં રોકે છે. કોઈ ટિકિટનો ડીફરનસ બનાવી બેસવા તૈયાર હોય તો પણ તેને ઇનકાર કરી દેવાય છે.

આવું કેમ કરો છો તેમ પૂછવા પર કહે છે કે આ અમારી પ્રોપર્ટી છે અને સ્થાનિક એરિયા રેલવે મેનેજરએ અમને પાવર આપ્યો છે કે અમારા સિવાય કોઈને નહીં બેસવા દેવાય, પછી ભલે કોચ ખાલી હોય. જ્યારે આ માહિતી અમને મળી તો અમે કોચ પર પહોંચી ખરાઈ કરી તો આખી હકીકત બહાર આવી. આશ્ચર્યજનક રીતે આરપીએફ અને જીઆરપી પણ તેમણે કોઈને બેસતા રોકવા પર કોઈ પગલાં લેતી નથી. ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ ક્લાસ કોચમાં ડોક્ટર,વકીલ, કોઈ સારી કંપનીના એજયુક્યુટિવ વગેરે વેલનોન યાત્રા કરતાં હોય છે. તેમના કેટલાક આ રીતે ખોટું વલણ અપનાવે છે અને તેઓ બિન્દાસ્ત કહે છે કે તમારે જે ઓફિસરને બોલાવવો હોય તેને બોલાવો કોઈ ને નહીં બેસવા દઈએ.

 રેલવે અધિકારીઓને હમે પુચ્છા કરી તો તેમણે કહ્યું કે એવો કોઈ નિયમ નથી અને પાસ હોલ્ડરોને આવો કોઈ અલાયદો અધિકાર અપાયો નથી. તેઓ બળજબરી કરી ન શકે. આ ખોટું છે. અમે જરૂર પડે કાર્યવાહી કરાવીશું.

દરેક ટ્રેનમાથી ફર્સ્ટ ક્લાસ કોચ જ દૂર કરાયા છે તો પછી...

વર્ષ 2018 જાન્યુઆરીથી રેલ તંત્રએ દરેક ટ્રેનમાથી ફર્સ્ટ ક્લાસ કોચ દૂર કરીને તમામને સામાન્ય સિજન પાસ જ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે અનેક રજૂઆત બાદ જામનગર ઇન્ટરસિટી, મેમું ટ્રેન, ગુજરાત એક્સપ્રેસ માં જ ફર્સ્ટ ક્લાસના પાસ એક રૂટિન કોચમાં આપવાની શરૂઆત કરી છે. એટ્લે કે કન્વર્ટેડ કોચ આપ્યો છે.  

જોકે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કોઈ પણ યાત્રીને અપાતી નથી. તેનો લાભ કેટલાક માથાભારે ફર્સ્ટ ક્લાસના પાસ હોલ્ડરો ઉઠાવે છે અને તેમના સિવાય કોઈને પણ કોચમાં ચઢવા દેતા નથી. કોચ દૂર કરવા પર ભારે લડત ચલાવનાર જેડઆરયુસી મેમ્બર રાકેશ શાહ કહે છે કે રેલવે કહે છે કે અમે ફર્સ્ટ ક્લાસ કોચ નું ઉત્પાદન જ બંધ કરી દીધું છે, જેથી તે ફાળવી જ ન શકાય. શાહ કહે છે કે સંસદ સુધી મામલો ઉઠ્યો અને અનેક રજૂઆત કરી પણ કોઈ નિકાલ આવ્યો નથી. માત્ર રૂટિન કોચ કેટલીક ટ્રેનમાં આપી ને પાસ કાઢી અપાય છે. જોકે કોઈને ફર્સ્ટ ક્લાસની ટિકિટ વિન્ડો પરથી અપાતી નથી. આ કારણે રેલવેને મોટું નુકશાન થઈ રહ્યું છે. જરૂરિયાત મંદ યાત્રી, મહિલા, સિનિયર સિટીજન, વિકલાંગ, દર્દી જેવા માટે પણ ફર્સ્ટ ક્લાસની ટિકિટ અપાય અને ફરી કોચ નંખાય તો રેલવે ને સારી આવક થઈ શકે છે.

(રાજા શેખ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp