હવે પાકિસ્તાનની ખૈર નથી, ગુજરાતમાં તૈયાર થઇ ગઇ 51મી અત્યાધુનિક ઓટોમેટિક ટેન્ક

PC: twitter.com/PIB_India

સુરતના હજીરામાં આવેલી લાર્સન એન્ડ ટોબ્રો કંપનીએ સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત તૈયાર કરેલી 51મી અત્યાધુનિક ટેન્ક વજ્ર બુધવારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામામાં આવશે.'મેક ઇન ઇન્ડિયા' હેઠળ આ ટેન્ક સુરત પાસે હજીરામાં L&T માં તૈયાર કરવામાં આવી છે.

સંરક્ષણ બાબતોના નિષ્ણાતો આને ટેન્ક સેલ્ફ પ્રોપેલ્ડ હૉવીટ્ઝર ગન કહે છે. આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલી K-9 વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે એવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બોફોર્સ એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. આ ઓટોમેટિક ટેન્ક છે. તેમાં આવી કોઈ શક્યતા નથી.

આ ટેન્ક બનાવવા માટે હજીરામાં ફેકટરી નાખવામાં આવી છે. આ તૈયાર થયેલી ટેન્કને સૈન્યને સોંપવામાં આવી હતી. સેનાએ આ ટેન્કનું પરીક્ષણ પણ કર્યું છે. કંપની દ્વારા બીજી 100 ટેન્ક બનાવીને આપવામાં આવશે. હાલ જે ટેન્ક બનાવવામાં આવી છે તે આર્મી પાસે ટેસ્ટિંગમાં મોકલવામાં આવી હતી અને ટેસ્ટિંગમાં પાસ થતા આ ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એલએન્ટી આવ્યા હતા.

L&T (ઈન્ડિયા)એ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. કરાર હેઠળ સુરત હજીરા ખાતે L&T પ્લાન્ટમાં K-9 થંડર 'વજ્ર' આર્ટિલરી સિસ્ટમ્સની 100 ટેન્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એલએન્ડટી 155 મીમી / 52 કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને 42 મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે. સુરત શહેર માટે ગર્વની વાત છે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે.

ભારતના પડોશી દેશ પાકિસ્તાનના દાંત ખાંટા કરવા માટે ભારતીય સૈન્ય માટે પ્રથમ સ્વદેશી તોપ કે-9 વજ્ર્ હોવિત્ઝર તોપો સુરતના હજીરામાં બની રહી છે.  એલ એન્ડ ટી કપની હજીરામાં 90 તોપ બનાવવાની છે જેમાંથી 51 તોપ  તૈયાર થઇ ગઇ છે. એક મિનિટમાં 8 રાઉન્ડ ફાયર કરતી અને 40 કિ.મી સુધી પ્રહાર કરતી આ તોપનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ઉપયોગ કરવામાં આવશે.

આધારભુત સુત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ  અફઘાનિસ્તાનની વોરમાં મદદ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને એમ-109  એ5 તોપ ભેટમાં આપી હતી તેની સામે ટકકર આપવા ભારતીય સૈન્યએ કે-9 વજ્ર હોવિત્ઝર તોપ તૈયાર કરાવી છે. 100 તોપ બનાવવા માટે ભારતીય સૈન્યએ રૂપિયા 4500 કરોડનો ઓડર્ર એલ એન્ડટીને આપ્યો હતો.જેમાંથી 90 તોપ સુરતના હજીરામાં તૈયાર થવાની છે અને 10 તોપ એલ એન્ડ ટીના પુના પાસે આવેલા તલેગાંવમાં તૈયાર થવાની છે.

એલએન્ડટીએ ભારતના સૈન્યનું ગૌરવ વધારતી આ તોપ માટે સાઉથ કોરીયાની હાન્વા ટેકવિન કંપની સાથે ટેકનિકલ સહયોગ કર્યો છે.પણ તેમાંથી 50 ટકા મટીરીયલ્સ દેશી બનાવટની છે.

તોપની તાકાત એવી જબરદસ્ત છે કે તે 1 મિનિટમાં 8 રાઉન્ડ ફાયરીંગ કરી શકે છે. અને 45 કિ.મી. દુર સુધી પ્રગાર કરી શકે છે. એલ એન્ડટીના એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે કે- 9 વજ્ર શકિતશાળી તોપ છે અને સુરતના હજીરામાં તૈયાર થઇ રહી છે 51મી તોપ તૈયાર થઇને રવાના થવાની છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp