કાશ્મીરમાં બીજા રાજ્યોના લોકો સરકારી નોકરી નહીં કરી શકે

PC: twitter.com

જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓના સંદર્ભમાં જારી કરાયેલા આદેશનો સખ્ત વિરોધ થયા બાદ કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછળ ખેંચવું પડ્યું છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2020માં કરેલા આદેશમાં રાજ્યના રહેવાસીઓ માટે ફક્ત ગ્રુપ -4 સુધીની જ નોકરીઓ અનામત રાખી હતી.

આ હુકમનો રાજ્યના તમામ રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ પણ આમાં સામેલ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

હવે કેન્દ્રના ગૃહ મંત્રાલયના પ્રધાન અમિત શાહે જૂના હુકમમાં સુધારો કરવો પડ્યો છે.  હવે રાજ્યની તમામ સરકારી નોકરીઓ મૂળ કાશ્મીરના રહેવાસીઓ માટે અનામત રહેશે. વતનીઓ તે લોકો હશે જેઓ રાજ્યમાં 15 વર્ષથી જીવી રહ્યા છે. ભારતના કોઈ નાગરિક અહીં નોકરી નહીં કરી શકે.

નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આવા હુકમના સમય અંગે પ્રશ્નો ઊભા કર્યા હતા. પીડીપી વતી કહેવામાં આવ્યું હતું કે આ હુકમના અમલ બાદ અહીંના લોકોને ઘણી મુશ્કેલી પડશે. આ મુદ્દે તેમની પાર્ટીના જમ્મુ-કાશ્મીરના પ્રમુખ અલ્તાફ બુખારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp