અમદાવાદમાં લોકડાઉનનો ભંગ કરનારને શોધવા પોલીસ પાસે નવું હથિયાર, બચવું અઘરૂં છે

PC: dainikbhaskar.com

 અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસો વધતાં પોલીસે ડિજીટલ સર્વેલન્સ શરૂકર્યું છે. પોલીસે લોકડાઉનનો કડક અમલ કરવા ગુગલનો પણ ઉપયોગ કર્યો છે.  અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના૧૧૦૦ સૌથી વધુ કેમેરાની ફીડ મેળવીને તેના આધારે શહેરમાં એકઠા થતા લોકોની ભીડઓછી કરવામાં આવી છે. સેન્ટ્રલાઇઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનની મદદથી સમગ્ર શહેરની વિગતો મેળવાય છે અને આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી WHO ના નોર્મ્સ પ્રમાણે એક બીજા વચ્ચે૧.૫ મીટરનું અંતર જાળવે છે કે નહી તે તપાસ દૂર બેઠા એટલે કે સેન્ટરમાં બેઠા બેઠા તપાસકરી શકાય છે.

શહેર પોલીસ દ્વારા ડિજિટલ પેટ્રોલિંગની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ કંટ્રોલ રૂમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ રંગથી, થોડોક ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને ન્યૂનતમ અથવા તો અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે અને તેને આધારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધીસુચના આપી લોકોને એક્ઠા થતા રોક્વામાં આવશે.

ડિજિટલ પેટ્રોલિંગની કામગીરી તથા તેનાથી થતાં ફાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મુકાયેલા સી.સી.ટી.વી કેમેરા અને જ્યાં કેમેરા નથી ત્યાં ગુગલના માધ્યમથી આ સર્વેલન્સ હાથ ધરાય છે. આમ જાહેર માર્ગો પર પોલીસ દ્વારા તથા ટેકનોલોજીના માધ્યમથી પણ આ પહેલ કરાઈ છે. રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએપણ પોલીસ તંત્રને ટેકનોલોજીથી સંપન્ન બનાવવા પગલા લીધા છે ત્યારે રાજ્યમાં “વિશ્વાસ” પ્રોજેક્ટ દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નેટવર્કનો પણ ઉપયોગ કરાશે.

 અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, જીઓ ટેગીંગ અને એરિયલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ભીડ એક્ઠી થતી અટકાવવા આ વ્યવસ્થા અમલીબનાવાઈ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પણ લોકડાઉનનો અમલ કરાયછે.

 રોજ ૮ જેટલા ડ્રોન દ્વારા આ કામગીરી હાથ ધરીને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા પ્રયાસ કરાયછે. આ દેખરેખ દ્વારા રોજના ૭-૮ જેટલા જાહેરનામા ભંગના કેસ કરવામાં આવે છે શહેરીજનોએપણ લોકડાઉનનો અમલ કરવો પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp