કૌશિક પટેલે PSO સેન્ટરની મુલાકાત લીધી, 21 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરાઈ

PC: khabarchhe.com

રાજ્યમાં ‘મહેસૂલમાં ક્રાંતિ’ મિશન અંતર્ગત નવા સચિવાલય,ગાંધીનગર ખાતે ઓનલાઇન N.A.ની મંજૂરી આપવાના હેતુથી રાજ્યકક્ષાના પ્રી સ્ક્રૂટિની ઓફિસર-PSO સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે આ સેન્ટરની મુલાકાત લઇને ઓનલાઇન કરવામાં આવેલી વિવિધ મહેસૂલી સેવાઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે 21 જેટલી મહેસૂલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે કે જેમાંથી 19 જેટલી સેવાઓને ‘ફેસલેશ’ બનાવવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન તેમણે ઓનલાઇન N.A. માટે જિલ્લા કક્ષાએથી પ્રથમ વાર ખેડૂત દ્વારા કરવામાં આવતી અરજી, તેનું ક્ષેત્રફળ, તેના સંલગ્ન પુરાવા, સોગંદનામું, જે તે જમીનના ખેડૂતના સહી સાના ફોટોગ્રાફ્સ, જમીન સામેના અન્ય કોઇ કેસ ચાલુ હોય તો તેની વિગત, તેમણે અરજીની ઇ-ધરા સેન્ટરમાં જઇને આ તમામ દસ્તાવેજ ખરાઇ જેવી બાબતોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

આ ઉપરાંત ખેડૂતોની અરજીમાં તમામ દસ્તાવેજ પૂર્ણ હોય તો તેની અંતિમ મંજૂરી માટે ગ્રીન ચેનલ, ખૂટતા દસ્તાવેજ માટે યલો અને અરજી ના મંજૂર કરવા માટે રેડ ચેનલમાં મોકલવાની તમામ પ્રક્રિયાની માહિતી તેમણે રસપૂર્વક મેળવી હતી. તેમણે આ દરમિયાન સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસૂલ નિરીક્ષણ કમિશનર એસ.એમ.પટેલ, પ્રી સ્ક્રૂટિની ઓફિસર સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp