ગુજરાતના પૂર્વ ધારાસભ્યો હવે આ મુદ્દે સરકાર સામે ધરણા કરશે

PC: khabarchhe.com

નિવૃત થયેલા સરકારી કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે અને હવે સરકારી કર્મચારીઓની સાથે-સાથે પૂર્વ ધારાસભ્યોએ પેન્શનની માંગણી કરી છે. સરકારી કર્મચારી વર્ષો સુધી સરકારના કોઈ પણ વિભાગમાં કામ કરીને નિવૃત થાય ત્યારે તેને પેન્શન મળે છે અને ધારાસભ્યોની ટર્મ માત્ર પાંચ વર્ષની હોય છે. દર પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે અને તેમાં ઘણા MLAને ટિકિટ મળે છે અને ઘણા MLAને ટિકિટ મળતી નથી. હવે પૂર્વ ધારાસભ્યોએ પેન્શન અને મેડિકલ, ST બસમાં મુસાફરી સહિતના કેટલાક લાભની માંગણી કરતા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. પૂર્વ ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેમની માંગણી નહીં સ્વીકારાય તો તેઓ સરકારની સામે 27 જાન્યુઆરીથી ધરણા અને પ્રતિક ઉપવાસ કરશે.

આ બાબતે પૂર્વ MLA કાઉન્સિલના અધ્યક્ષ બાબુ શાહે જણાવ્યું હતું કે, સરકાર સરકારી કર્મચારીઓને પગાર અને પેન્શનનો વાર્ષિક 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો વહન કરે છે અને જો પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે તો 10 કરોડનો ખર્ચ આવે તેમ છે. આ ઉપરાંત કેટલાક ધારાસભ્યો પેન્શન લેવા પણ તૈયાર નથી. તેથી આટલો ખર્ચ સરકાર વહન કરી શકે છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારું સરકારની સામે કોઈ આંદોલન નથી પરંતુ સરકાર અમારી રજૂઆતોને પ્રતિભાવ પણ ન આપે તે યોગ્ય ન કહેવાય તેથી સરકારનું ધ્યાન દોરવા માટે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp