જીયાવ-વડોદ ઉનના એક કોર્પોરેટરની પણ મોટાપાયે ઉઘરાણી

PC: wordpress.com

બિલ્ડરો પાસેથી ગેરકાયદે બાંધકામના નામે રૂપિયા ઉઘરાવવાનો ખેલ નવો નથી. હાલમાં જ કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા પટેલ પકડાઇ છે. અગાઉ 6 પકડાઇ ચૂક્યા છે. જો એસસીબી સતત નજર રાખે તો હજુ કેટલાક પકડાય તેવા છે. ખાસ કરીને જીયાવ-વડોદ-ઉન વોર્ડ 29ના એક કોર્પોરેટર સામે મોટાપાયે રૂપિયા ઉઘરાવવાની ફરિયાદો ઉઠી રહી છે. પોતાને સૌથી સિનિયર ગણાવતા આ કોર્પોરેટર સામે તો એવી ફરિયાદ છે કે સામાન્ય બિલ્ડરો તો ઠિક પરંતુ તેમની નજીકના કે પાર્ટીના નેતાઓ પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં શરમ રાખતા નથી.

તેમણે ઉઘરાણી માટે એક નહીં પરંતુ જુદા જુદા ટાઉટો રાખ્યા છે. જેમાં રાહુલ અને ધમો જેવા નામ આવી રહ્યા છે. જીયાવ-વડોદ કે ઉન વિસ્તારમાં કોઇ પણ સોસાયટીમાં ગેરકાયદેસર હોય કે કાયદેસર હપ્તો આપ્યા વગર બાંધી શકાતું નથી. કોર્પોરેટર સાથે પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ શામેલ છે. તેઓ ઓછામાં ઓછા 5 હજારથી લઇને 5 લાખ સુધીમાં સેટલમેન્ટ કરે છે. કહેવાય છે કે આ રીતે પૈસા ઉઘરાવીને તેઓ થોડા મહિનાઓ પહેલા જ નવી કાર પણ લઇ આવ્યા છે. સૂત્રો જણાવે છે કે આ કોર્પોરેટર અંગે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત એન્ટી કરપ્શનમાં પણ ફરિયાદ કરવાની તજવીજ ચાલી રહી છે. કેટલાક લોકો પાસે તેમના ફોન કોલના રેકર્ડ છે જેના આધારે ફરિયાદ કરાઇ રહી હોવાની વાત સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp