અમેરિકાની આવેલી આ વસ્તુ ગુજરાત માટે ખતરનાક બની રહી છે, જો કે ઉપાય છે

PC: Khabarchhe.com

જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવા હોય છે. નાના સફેદ ફૂલો હોય છે. બીજ 8 વર્ષ પછી પણ બી ઉગી શકે છે.

પ્રથમ નજરમાં, એક મીટર ઊંચું પાર્થેનિયમ ઘાસ સહજ લાગશે, નાના ક્રીમ ફૂલો, લીલા છોડ, હવામાં લહેરાતા નૃત્ય કરે છે. જેના એક છોડમાં 10થી 15 હજાર બી હોય છે. તે ગમે તે ઋતુમાં ઉગવાની શક્તિ ધરાવે છે. પ્રકાશ કે તાપમાન તેને નડતું નથી. દાંડી રુવાંટીવાળી, એક છોડ 25000 સુધી બીજ પેદા કરી શકે છે, જે ખૂબ જ હળવા અને પાંખવાળા હોય છે. હવાથી ઉડીને આસપાસ ફેલાય છે. પવનથી તેના બી ચારેબાજુ ફેલાય છે. ભારતમાં તે ઘઉંની સાથે અમેરિકાથી આવ્યું છે. પાર્થેનિયમ હિસ્ટ્રોફોરસ તરીકે ઓળખાય છે. તે હાલમાં વિશ્વના સાત સૌથી હાનિકારક છોડમાંનું એક છે. મૂળમાંથી સ્રાવિત રાસાયણિક પદાર્થ 'યુકોડર' જમીનને દૂષિત કરે છે. જમીનના પ્રદૂષણનું કારણ બને છે. વીસ જાતિઓ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ઘુસણખોરી કરીને ગાજર સ્થાનિક પ્રજાતિઓને ખતમ કરીને ઇકોલોજીને નુકસાન પહોંચાડી, નાશ કરે છે.

ગાજર ઘાસથી નુકસાન

આ ઝેરી છોડનું બીજ 1950 માં અમેરિકાના મેક્સિકોથી વર્ણસંકર ઘઉં પીએલ 480 લઈને ભારતમાં પહોંચ્યું હતું. તે પહેલા પૂનામાં ગાજર જોવા મળી હતી. સમગ્ર પર્યાવરણને નૂકસાન કરે છે. અમેરિકા, મેક્સિકો, વેસ્ટ ઇન્ડીઝ, ચીન, નેપાળ, વિયેટનામ અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરમાં તેની વીસ જાતિઓ જોવા મળે છે. ગાજર ઘાસ એક જાતનું નિંદામણ છે. ગાંડાબાવળની જેમ  ખેતી, જમીનને પારાવાર નુકસાન કરે છે. તેના આક્રમણને લીધે ભારત દેશના ઘણા પાકમાં 40 ટકા સુધીની ઉપજનું નુકસાન થયું છે. વન ઉત્પાદનમાં 90 ટકાનો ઘટાડો થઈ જશે. ગાજર ઘાસ પશુ, જંગલ, જંગલી પશુ માટે ખુજ નુકસાનકારક છે.

 ખેતીમાં નુકસાન

સ્થાનિક પ્રજાતિઓ માટે જોખમી બની ગયો છે. તેનો પ્રકોપ અનાજ, જુવાર, મકાઈ, ડાંગર, સોયાબીન, વટાણા, તલ, એરંડા, શેરડી, બાજરી, મગફળી, ફળ, બગીચા, રીંગણ, ટમેટા, બટાટાની ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. કૃષિ પાકના પરાગ, અંકુરણ અને ફળોના વિકાસને વિપરીત અસર કરે છે. હરિતદ્રવ્યની ઉણપ અને નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાની પ્રવૃત્તિ ઘટાડે છે. તેથી ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો થયો છે.

 65 ટકા વિસ્તારોમાં ફેલાઈ જશે

હવે જોખમ એ ઊભું થયું છે કે પાર્થેનિયમ ઘાસ ગુજરાતમાં જે રીતે હવામાન ફેરફાર થઈ રહ્યો છે તેમાં આ ઘાસ 65 ટકા ભાગમાં ફેલાઈ શકે છે. જેને અમેરિકન કોંગ્રેસી ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. તે 40 દેશોમાં ફેલાઈ ગયું છે. વિશ્વની 100 સૌથી ખરાબ આક્રમક પ્રજાતિઓની વનસ્પતીઓની યાદીમાં  સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના વિષે દેશમાં અનેક વિજ્ઞાનીઓએ સંશોધન કરીને ભયાનક સ્થિતી અંગે આગાહીઓ કરી છે. જેમાં ગંભીર એ છે કે ભારતના 65 ટકા હિસ્સામાં તે ફેલાઈ જશે. જેમાં પશ્ચિમ હિમાલય, ઉત્તર-પૂર્વ રાજ્યો અને દ્વીપકલ્પ ભારતના ભાગોમાં તેના માટે હોટ સ્પોટ છે. ગુજરાતમાં તે આક્રમણ કરશે પણ આ ભાગો જેટલું નહીં હોય. તેનાથી અનેક જંગલી પ્રાણીઓ પર ખતરો છે. જેમ તાપમાન વધશે તેમ ઘાંસ બે ગણી ઝડપથી વધશે. તે પર્યાવરણને અનુકુળ તુરંત થઈ જાય છે. 18થી 45 ડીગ્રી તાપમાનમાં તે જોવા મળે છે. પાંદડાના કાળા અને નાના છે. ફૂલો ઝડપથી આવે છે અને તે 6 થી 8 મહિના સુધી જીવે છે. ફૂલો સફેદ અને નાના હોય છે. જેમાં ઘાટા બીજ અંદર હોય છે.

માણસનું આરોગ્ય

હાથથી સ્પર્શ કરશો નહીં. રાસાયણિક પદાર્થ, મનુષ્યમાં એલર્જીનું મુખ્ય કારણ છે. ગળા, ચહેરો અને હાથની ચામડી સખત થઈ ફાટી જાય છે. પરાગરજથી તાવ આવે છે. માણસની નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે. ડિપ્રેશનનો શિકાર બનાવે છે. તેનાથી આરોગ્ય સામે ખતરો છે. લોકોમાં ત્વચાની સમસ્યાઓ અને એલર્જી પેદા કરી શકે છે, છોડ પશુ માટે ઝેરી છે. માણસના શરીરને રોગી બનાવે છે. ઘાસના સતત સંપર્કમાં રહેતાં લોકોને કે પશુને ઝેરી અસરથી ચામડી, આંખના રોગ, ખસ-ખુજલી, ચામડી પર લાલ ચકામાં પડે છે. ચામડી બરછટ થઇ જાય છે. કુલના રજકણ શ્વાસમાં જાય છે અને તેથી એલર્જી અને અસ્થમા જેવા ફેફસાના રોગોનો ફેલાવો કરવામાં મદદરૂપ થઈ જાય છે.

આયોજન

અમદાવાદ, દિલ્હી, પૂના, મદ્રાસ, ચંદીગઢ અને બેંગ્લોર જેવા શહેરોમાં તેની ઝડપી વૃદ્ધિની સમસ્યા અને અસરો બહાર આવી છે. ગુજરતાના કૃષિ વિભાગે તેને ફેલાતો રોકવા અને નાથવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના ગોઠવવી પડશે. દરેક ગામમાં સેમિનાર કરવા પડશે. ઘાસ દૂર કરોની ઝૂંબેશ ચલાવવા માટે અઠવાડિયાનો કાર્યક્મ આપવો પડશે. જે રીતે હિમાલય બચાવવા આ ઘસની સામે ઝૂંબેશ શરૂ કરી છે તે રીતે ગુજરાતમાં 12 પર્વતો અને 24 અનામત જંગલ અને અભયારણ્ય બચાવવા સરકારે કામ કરવું પડશે.

 ચરિયાણ ઘાસના મેદાનો પર પશુના ખાવા માટેના ઘસની જગ્યાએ થવા લાગ્યા છે. તે ઝડપથી ફેલાઈને સામાન્ય ઘાસને ઉગવા દેતું નથી. તેથી પશુ ચારાનું ઘાસ ખતમ થઈ જાય છે. પશુને ચરવા લાયક ઘાસ રહેતું નથી. પશુનો ચારો ઓછો થઈ જાય છે. પશુ આ ઘાસને ખાતું નથી પણ ખાય તો તેની સીધી અસર પશુના દૂધમાં જોવા મળે છે. દૂધમાં ગાજર ઘાસના ઝેરની અસર ભળે છે. દૂધ કડવું અને ઓછું થઈ જાય છે. વધુ પડતા સેવનથી પ્રાણીઓ પણ મરી શકે છે.

 ગુજરાતના ગૌચર ખતમ કરશે

ગુજરાતમાં 3 કરોડ પશુ છે. ગાજર ઘાસના મૂળમાં ઝેરી તત્વો હોવાથી હોવાથી બાજુમાં ઉગેલા ઘાસ કે કૃષિ છોડને થવા દેતો નથી. રાક્ષસી રીતે વધતું જાય છે. જમીનના તત્વો ઝડપથી ઉપાડીને ફળદ્રુપતા ઓછી કરી નાંખે છે. જમીનને કસથી નીચોવી નાંખે છે. ગોચર નાશ પામ્યા છે. ઘણા સ્થળોએ તે ગોચરને સંપૂર્ણપણે આવરી લે છે અને ખાલી મેદાનોના મેદાનોને લઈ ગયો છે. ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌરચ જમીન પર માફિઆઓએ દબાણો કર્યા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 1.75 કરોડ ચોરસમીટર ગૌચર પર દબાણ છે. ગુજરાતમાં સરકાર દર વર્ષે 50 ગામના ગૌચર અદ્રશ્ય થઈ જાય છે.  ભાજપની સરકાર આવી ત્યારે 8.50 લાખ હેક્ટરમાં ગૌચર હતા. 2014માં 7.50 લાખ હેક્ટર ગૌચર હતા. 700 ગામમાં ગૌચર ન હતા. હવે તેના રાજમાં 2754 ગામમાં ગૌચર નથી. 4 લાખ ચોરસ મિટર જમીન ઉદ્યોગોને ભાજપ સરકારે આપી છે. ભાજપે ગૌચર ખતમ કર્યા પછી હવે તેમના રાજમાં હવે ગાજર ઘાસ ગૌચર ખતમ કરી રહ્યું છે. છતાં ગાય વિરોધી ભાજપ સરકાર ગાજર ઘાસને નાબૂદ કરવા કંઈ કરતી નથી.

ગાજર ઘાસનો નિકાલ

નિંદામણ કરીને ખેતરથી કાઢવું જોઈએ.  ગુજરાત સરકારે ખૂલ્લા મેદાનો, પડતર જમીન, ગૌચર, રેલવે અને રસ્તાની બન્ને બાજું, સ્મશાન જેવા અવાવરૂ સ્થળોએ એટ્રાજીન જેવી દ્વિદળનાશક દવાનો છંટકાવ કરવો પડશે. તે પણ ગાજર જેવા ફૂલ આવે તે પહેલાં. પાંદડા ખાનારો મેક્સીકન ભમરો તેને ખાય છે. ગ્લાયફોસેટ (1.0 થી 1.5 ટકા) ગાજરની સાથે અન્ય ઘાસ નાશ કરવા માટે અને ગાજરનો નાશ કરવા માટે કેરોટગ્રાસ (0.3 થી 0.5 ટકા) અથવા 2,4-ડી (1%) ગાજરનું નિકંદન કાઢે છે. કેસિઆ સેરેસિયા નામનો છોડ પણ ગાજરના ઘાસને 93 ટકા ઘટાડી દે છે. અસરકારક રીતે નિયંત્રિત કરે છે. બિન-કૃષિ વિસ્તારોમાં ગાજર ઘાયના નિયંત્રણ માટે હર્બિસાઇડ એટ્રાઝિન છાંટવામાં આવે છે. ગ્લાયફોસેટ, મેટ્રુબગિન, એટ્રીન થાય છે.

 કુવાડિયા એક વિકલ્પ

ખેડૂતોએ શેઢા પાળા, પડતર જમીન કે પડતર ખેતરમાં ચોમાસા પહેલાં કુવાડિયાના બીજને છાણ-માટીમાં મિશ્રણ કરી પુકી દીધા હોય તો વરસાદ થયા ભેળાં બધાં ઉગી નીકળશે. જેનો વિકાસ ગાજર ઘાસ કરતાં વધારે ઝડપથી થાય છે. વિકાસ થઈ ગયા વછી તે ગાજર ઘાંસને થવા દેતું નથી. કુવાડીયા પોતે  જ આગળ વધે છે. ગાજર ઘાસને નિયંત્રણમાં લાવી દે છે.

ગાજર ઘાસથી કંપોસ્ટ ખાતર

3 ફૂટ ઉંડો ખાડો કરીને ગાજર ઘાસના ફુલ આવે તે પહેલાં તેના છોડને મૂળ સાથે ઉખેડી નાંખવું. ઉપર માટી, ગૌમૂત્ર, છાણ, યુરિયા, ફોફેટ, ટ્રાયકોડર્મા નાંખવાથી 6 મહિનામાં શ્રેષ્ઠ કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે. જેમાં ગાજર ઘાસના મૂળમાં ઝેર હોય છે તે વિઘટન થઈ જાય છે. તેથી તેની ખરાબ અસર રહેતી નથી. ગાજર ઘાસના કંપોસ્ટમા બીજા જૈવિક ખાતરો કરતાં પોષક તત્વો વધું હોય છે. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેંગેનિઝ હોય છે. નડતર દૂર કરીને ગાજર સારું વળતર આપે છે. ગાજરના બી આવશે તો તે ખેતરમાં ફરીથી ઉગી નિકળશે. તેના પલ્પમાંથી વિવિધ પ્રકારના કાગળ બનાવી શકાય છે. બાયોગેસ બનાવવા ઉપયોગી છે. 

ગાજરનો ઉપયોગ જંતુનાશક, જીવાણુનાશક, નીંદણનાશક તરીકે થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp