ઘઉંની રોટલી બગાડતા પહેલા બે વાર વિચારજો, તેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે

PC: zeenews.com

ગુજરાતમાં ગ્રીન હાઉસ ગેસ અને અસમતોલ વાતાવરણ માટે રાસાયણિક ખાતર જવાબદાર છે. અનિયમિત મોસમ પાછળ ગરમ બની રહેલી હવા અને પાણી જવાબદાર છે. તે માટે અનેક પ્રકારના વાયુ જવાબદાર છે. ગુજરાતમાં ઘઉં પેદા કરવા માટે વપરાય રહેલાં રાસાયણિક ખાતર જવાબદાર છે.

ભાખરી, રોટલી, બ્રેડ બનાવવા વપરાતી ઊર્જા કરતાં ઘઉંના ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક ખાતર એમોનિયમ નાઇટ્રેટથી પેદા થતો નાઇટ્રિયસ ઓક્સાઇડ વાતાવરણને વધુ નુકસાન કરે છે. પૃથ્વીનું વાતાવરણ ગરમ રાખનારા ગ્રીન હાઉસ ગેસમાં ત્રીજો ભાગ અન્ન ઉત્પાદનથી થાય છે જેમાં ઘઉં સૌથી આગળ છે. ગુજરાતમાં ઘઉંનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતા સતત વધી રહી છે. જેની પાછળ રાસાયણિક ખાતર કારણભૂત છે.

રોટલીના કારણે ઓઝોન વાયુનું પડ ધીમે ધીમે ક્ષીણ કરી રહેલા આ ગ્રીનહાઉસ ગેસમાં સૌથી મોટું કારણ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડનો નંબર આવે છે. ઝેરી વાયુ પેદા કરનારામાં ઘઉં સૌથી વધું આગળ છે.

વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસમાં આ બધી વિગતો બહાર આવી છે. ત્રીજાભાગના ગ્રીન હાઉસ ગેસિસ ફૂડ પ્રોડક્શનના (તેમાં ખેતીનો પણ સમાવેશ થાય છે) કારણે ઉત્પન્ન થયાનું તારણ મળ્યું છે. ગુજરાત સહિત વિશ્વમાં કોઈ એક જ પાક સૌથી મોટાપાયે લેવાતો હોય તો તે ઘઉં છે.

ઘઉંને આપવામાં આપવા ફર્ટિલાઇઝરના કારણે હાનિકારક ગેસ પેદા થાય છે. ઘઉંના ઉત્પાદન માટે રાસાયણિક ખાતર તરીકે એમોનિયમ નાઇટ્રેટ આપવામાં આવે છે. આ ખાતર માટી સાથે ભળીને જે પ્રક્રિયા કરે છે તેનાથી નાઇટ્રિયસ ઓક્સાઇડ પેદા થાય છે, જે ખતરનાક છે. ઘઉંના ઉત્પાદનથી રોટલી સુધીની પ્રક્રિયામાં સૌથી વધુ 43 ટકા ગ્રીનહાઉસ ગેસ તરીકે નાઇટ્રિયસ ઓક્સાઇડ પેદા થાય છે.

ગુજરાતની વસ્તીને દર વર્ષે ઘઉંના જથ્થાની જરૂરિયાત વધવાની છે, ઘટવાની નથી. ત્યારે ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરતાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ વધશે. ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે કોઈક રસ્તો તો અપનાવવો જ પડશે. તે રસ્તો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તે છે. ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોને સારી એવી સબસિડી પણ આપવી જરૂરી છે. જે માટે ગુજરાત સરકાર તૈયાર નથી. રાસાયણિક ખાતરના ઉપયોગને ઘટાડવા છાણનો ઉપયોગ કરીને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી શકાય છે.

પણ રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતર કિંમતમાં સસ્તું પડે છે. ઘઉંનું ઉત્પાદન સરવાળે કેટલો વિનાશ નોતરે છે.

કેટલું ખાતર વપરાય છે.

હેક્ટરે 60 કિલો નાઈટ્રોજન અને ફોસ્ફરસ વાવણી વખતે, 60 કિલો નાઈટ્રોજન પહેલા પિયત વખતે, ઝીંક સલ્ફેટ 25 કિલો, પોટાશ 10 કિલો, મળીને ઘઉંના પાકમાં કૂલ 150 કિલો રાસાયણિક ખાતર વાપરવાની સત્તાવાર ભલામણ ગુજરાતના કૃષિ વિભાગે કરી છે.

15.88 કરોડ કિલો ખાતર વાપરવામાં આવે છે. જે ગુજરાતની માથાદીઠ 3 કિલો ખાતર થાય છે. જેમાંથી હાનીકારણ તત્વો ગુજરાતની મોસમને ખરાબ કરી રહ્યા છે. 250 કરોડ કિલો ઘઉં ગુજરાતમાં પેદા થાય છે તેમાં 16 કરોડ કિલો રાસાયણિક ખાતર વાપરવામાં આવી રહ્યાં છે. 15 ગ્રામ ખાતર એક કિલો ઘઉં પેદા કરવા માટે વપરાય છે. ઉપરાંત રાસાયણિક જંતુનાશક દવા પણ મોટા પ્રમાણમાં વપરાય છે.

હાલ ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. જે આઝાદી વખતે 4 લાખ હેક્ટરમાં થતું હતું. ઘઉંની ઉત્પાદકતા હવે સ્થિર થઈ ગઈ છે. જેની પાછળનું કારણ પણ વપરાતાં ખાતર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp