26th January selfie contest
BazarBit

અમદાવાદ લો-ગાર્ડન ફૂડ સ્ટ્રીટ આ તારીખે શરૂ થશે, જગ્યાનું મહિનાનું ભાડું જાણી લો

PC: 4ahmedabad.com

અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારમાં 42 ફૂડ કોર્ટ ઉભા કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ફૂડ કોર્ટમાં ભાડું ટેબલોની જગ્યાના આધારે લેવામાં આવશે. જેટલા ટેબલ વધારે ફૂડ સ્ટોલ ધારકો દ્વારા રાખવામાં આવશે, તેટલું વધારે ભાડું ફૂડ સ્ટોલ ધારક પાસેથી લેવામાં આવશે. આ ખાણીપીણી બજારનો ઉપયોગ સવારના સમયે પાર્કિંગમાં કરવામાં આવશે અને સાંજે 6 વાગ્યા પછી ખાણીપીણી બજાર તરીકે કરવામાં આવશે. આ ખાણીપીણીની બજારનું નામ હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા રાખવામાં આવ્યું છે.

આ હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની ટેન્ડરીંગ પ્રક્રિયા 5થી 7 નવેમ્બરના રોજ યોજવામાં આવશે અને આ પ્રક્રિયામાં અમદાવાદ મહાનગરપાલિકા સામે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરનારા 39 વેપારીઓને હાઈકોર્ટના આદેશથી અગ્રીમતા આપવામાં આવશે. હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં 24 ટેબલ વાળા સ્ટોલનું 90 હજાર ભાડું, 8 ટેબલ વાળા સ્ટોલનું 30,000 ભાડું અને 4 ટેબલના સ્ટોલનું 20,000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ રકમમાં દર વર્ષે 5%નો વધારો કરવામાં આવશે. સ્ટોલ ધારકોને એડવાન્સમાં 6 મહિનાની ભાડાની રકમ આપવી પડશે. આ ઉપરાંત હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ રહેશે અને પછી જો મહાનગરપાલિકા ધારેતો બે વર્ષનો કોન્ટ્રાક્ટ વધારી શકે છે.

ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં 402 ટુ-વ્હીલર અને 61 ફોર-વ્હીલર પાર્ક થઇ શકે તેટલી જગ્યા પાર્કિંગ માટે આપવામાં આવી છે. આ ઉપરાંત એવી પણ શરત રાખવામાં આવી છે કે, તમામ ફૂડ કોર્ટ ધારકોને સવારના સાંજે 6થી રાત્રીના 1 વાગ્યા સુધી જ પોતનું ફૂડ કોર્ટનું વાહન હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ઉભું રાખવાનું રહેશે અને પછી વાહન પોતાની સાથે લઇ જવાનું રહેશે. વાહન આ જગ્યા પર દિવસના સમયે પાર્ક કરવામાં દેવામાં આવશે નહીં કારણ કે, રાત્રીના સમયે આ જગ્યાની સફાઈ કરાવીને સવારે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની જગ્યાનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp