સુષ્મા સ્વરાજે પણ વખાણી હતી સુરતની ઘારી

PC: huffingtonpost.com

પૂર્વ વિદેશમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. 67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજે દિલ્હી સ્થિત AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો નાતો સુરત સાથે પણ રહ્યો છે. સુરતની ઘારી લોકોને ખૂબ જ પસંદ છે. ત્યારે સુરતની ઘારીનો સ્વાદ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ ચાખ્યો હતો. એક રીપોર્ટ અનુસાર, નવસારી લોકસભાના સાંસદ સી. આર. પાટીલે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સુરત સાથે જોડાયેલી યાદો જણાવી હતી. સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 2006-07માં સુરતમાં એક મહિલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સુમિત્રા મહાજન સુરત આવ્યા હતા. બંને આખો દિવસ રોકાયા હતા. ત્યારે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઘારી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જ્યારે ઘારી લાવ્યા અને તેમને ઘારી પરનું ઘી જોયું તો તેઓ ચમચીથી ઘીને દૂર કરવા લાગ્યા હતા. ત્યારે અમે તેમને જણાવ્યું હતું કે, ઘારી ખાવાની મજા તો ઘી સાથે જ આવે. ત્યારે સુષ્મા સ્વરાજ બોલ્યા હતા કે, ઓ હો લોકો આટલું બધુ ઘી કેવી રીતે ખાઈ શકાય. ત્યારબાદ તેમણે ઘારી ખાધી અને તેમને ઘારીનો સ્વાદ એટલો પસંદ આવ્યો કે, તેઓ તેમના પરિવાર માટે ઘારી સુરતથી લઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, NDAના પ્રથમ કાર્યકાળમાં વડાપ્રધાન મોદીની જેમ તેમણે પણ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા દેશોની યાત્રા કરી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે તેની ઓળખ વિશ્વભરમાં મજબૂત બનાવી. વિદેશમાં રહેતા ભારતીયોને કોઈ તકલીફ થાય તો સુષ્મા સ્વરાજ હંમેશાં મદદ કરવા તૈયાર રહેતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp