હવે જનતા કર્ફ્યૂના દિવસે દૂધનો સપ્લાય બંધ થવાની વાત આવી, જાણો હકીકત

PC: youtube.com

દૂધમાં જેમ અચાનક ઊભરો આવે તેમ કોરોના વાયરસને કારણે અફવાઓનો ઊભરો આવી રહ્યો છે. લોકોમાં ડર ઊભો કરે તેવા ધડ માથા વગરના સમાચારો સોશિયલ મીડિયા પર ફરતા થઇ રહ્યા છે. જેને લઇને જે તે ઓથોરિટીએ ખુલાસા કરવા પડી રહ્યા છે. શાકભાજી બજાર બંધ રહેશે તેવી અફવા પછી દૂધનો સપ્લાય પણ નહીં મળે તેવી અફવાઓ જોર પકડતા સુમુલ ડેરીએ સ્પષ્ટતા કરવી પડી હતી.ખાસ કરીને જનતા કર્ફ્યુના દિવસે દૂધ પણ નહીં આવે તેવી અફવા ફેલાતા સુમુલે જણાવ્યું છે કે દૂધના પુરવઠા પર કોઇ અસર નહીં થાય.

 કેટલાંક નવરા મગજના લોકો અફવાને ભડકાવી રહ્યા છે.કેટલાંક લોકોએ બજારમાં એવી અફવા ફેલાવી હતી  કે કોરોના વાયરસને લીધે તા. 21 માર્ચ થી સુમુલ-અમૂલના બધા ચિલિંગ સેન્ટરો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે, અને તેથી સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અને ઉત્પાદન ખોરવાશે. આવી અફવાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી હતી. જો કે સુમુલ ડેરીએ લેખિતમાં સ્પષ્ટતા કરી કે અફવાથી ભરમાશો નહીં સુમુલ ડેરી પાસે પુરતો દુધનો પુરવઠો છે અને અવિરત વિતરણ ચાલું રહેશે.

ત્યારપછી વડાપ્રધાનના 22 તારીખે જનતા કર્ફ્યુની અપીલને લઇને દૂધ નહીં આવે તેવી વાતો ઉડાવી હતી જેને લઇને ફરી બીજા દિવસે પણ સુમુલે સ્પષ્ટતા કરવી પડી હતી. સુમુલના આસિ. જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ મનીષ ભટ્ટે કહ્યું હતું કે જનતા કર્ફ્યુના દિવસે પણ રાબેતા મુજબ દૂધનો સપ્લાય સતત રહેશે. તેમાં કોઇ વ્યવધાન નથી. આ ઉપરાંત જેટલો પૂરવઠો જોઇએ તેટલો ઉપલબ્ધ છે. એટલે તેમાં પણ કોઇ ઘટાડો કરાયો નથી. લોકો દરરોજ જેટલું દૂધ વાપરે છે તેટલું દૂધ તેમને મળી રહેશે. કોઇએ પણ અફવાઓને માનવું નહીં.દૂધનો સંગ્રહ કરવાની પણ કોઇ જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp