ગુજરાતમાં દીપડાઓને નપુંસક બનાવી દેવામાં આવશે

PC: khabarchhe.com

2016માં 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીક રહેતાં જોવા મળ્યા હતા. અંદાજ મુજબ ડિસેમ્બર 2018માં 1500 દીપડામાંથી 40 ટકા દીપડાઓ માનવ વસતી નજીક આવી ગયા છે. જે લગભગ 610 દીપડા આવીને વસી ગયા છે. દીપડાઓની ખસી કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. 

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં 4 જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે.  ફરીથી લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહેશે. ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગની જરૂરી પરવાનગી મળ્યેથી હાથ ધરવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નક્કી કર્યું હતું.  

દીપડાની વસતી કેટલી 

બાળકો અને વૃદ્ધો પર દીપડાના હુમલા વધી રહ્યાં હોવાથી ગુજરાતના લોકો હવે દીપડાને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. 5 નબેમ્બર 2018માં ગુજરાત સચિવાલય અને વિધાનસભા સંકુલમાં રાતના સમયે દીપડો ઘુસ્યો હતો. તેને શોધવા માટે વન વિભાગની 100 લોકોની ટીમ કામ પર લાગી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25%ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ હતી. 2019માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. 2017ના અંતમાં જુનાગઢ જિલ્લામાં 354 દીપડા હતા.

સૌથી વધુ વસ્તી જૂનાગઢમાં 354 છે. બીજા નંબર પર ડાંગ 126 દીપડા છે. અમરેનીમાં 111 દીપડા છે જે ત્રીજા નંબરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં દીપડાની વસ્તી છે અને એ વસ્તીમાં ઝડપ થી વધારો થઇ રહ્યો છે.

શિકાર કોનો 

દીપડાના શિકારમાં રોજ 1500 નાના મોટા પશુઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. જંગલમાં ખોરાક ન મળે ત્યારે માનવ વસતી કે ખેતરોમાં બાંધેલા પશુઓનો શિકાર કરે છે. એક અંદાજ પ્રમાણે એક વર્ષમાં 200થી વધારે દીપડા જંગલ છોડીને માનવ વસતીમાં શિકાર કરવા આવે છે. દીપડા પાલતૂ દુધાળા કે ખેતીમાં કામ કરતાં બળદ કે વાછરડાનો શિકાર કરે છે. જેના કારણે બે હજારથી વધુ પશુના મોત થાય છે તેથી ખેડૂતોને વર્ષે 10 કરોડથી વધારાની કિંમત ધરાવતાં હોય એવા પશુ ગુમાવવા પડે છે. જેમાં બાળકો અને વૃદ્ધોને પણ શિકાર બનાવે છે.

85ના મોત

ગુજરાતમાં 2016મા 50 અને 2017માં 56 દીપડાની હત્યા થઈ હતી. જેમાં મોટા ભાગે માનવ અને પાલતુ પ્રાણી પરના હુમલાઓના કારણે થઈ હતી. ગીર-સોમનાથ, તાપી, ભાવનગર, અમરેલી, ડાંગ જિલ્લામાં દીપડાઓનો ત્રાસ વધતાં માણસો સાથે તે સંઘર્ષમાં આવી રહ્યાં છે. આદિવાસી વિસ્તારોમાં દીપડાના શિકાર રહ્યાં નથી. તેથી તે માનવ વસતીમાં આવીને પાલતૂ પ્રાણીઓનો શિકાર કરે છે. જેથી તેની હત્યા થાય છે.

દીપડાના હુમલા

ગુજરાતમાં ડિસેમ્બર 2018ના એક વર્ષમાં આદમખોર દીપડાના 50 હુમલા કર્યા હોવાની ઘટનાઓ અખબારોમાં આવી છે. જેમાં મોટાભાગે તો બાળકો અને અસક્ત વૃદ્ધોનો શિકાર કરે છે. જ્યારે પશુઓના શિકારનો કોઈ હિસાબ નથી. તેમ છતાં એક અંદાજ પ્રમાણે 200 જેટલાં દીપડા માનવ વસાહતમાં રોજ ભટકતાં હોય છે અને એટલા શિકાર કરે છે.

વિધાનસભાની વિગતો

ડિસેમ્બર 2017ની છેલ્લા બે વર્ષની સ્થિતિએ ગીર જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીના હુમલામાં 834 પ્રાણીઓ પશુઓના મોત નિપજયા હતાં. તેમાં ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 728 પ્રાણીઓ અને અને માણસો પર હુમલા કે શિકાર કર્યાં હતા.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp