ધરતી નમકીનને પેકેટ પર ભાવોમાં ચેકચાક કરવા બદલ રૂ. 8000નો દંડ

PC: Khabarchhe.com

સુરતના ઉધના વિસ્તારની ધરતી ફ્રુડ પ્રોડકટસ પ્રા.લિ.ને ત્યાં તોલમાપ વિભાગે તપાસ કરતા ગડબડ મળી આવી છે. અહીં પેકેટ પર છાપેલ એમ.આર.પી. પર ચેકચાક કરી ભાવો બદલવામાં આવ્યા હોવાનું માલૂમ પડતા તેની સામે  કેસ કરી રૂા.8૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુપી, લખનૌના હિન્દુ મહાસભા નેતાની હત્યા કરવા ગયેલા સુરત લિંબાયતના ત્રણ હત્યારા આ ધરતી ફૂડમાંથી જ મીઠાઈ લઈને ગયા હતા. તે સમયે તે વિશ્વભરમાં ચમકી હતી હવે ફૂડના ભાવમાં ફેરફાર કરવા બદલ તેનું નામ સામે આવ્યું છે.

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ફેબ્રુઆરી-2020 મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષાના અધિકારીઓએ વિવિધ એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 41 વેપારી/એકમો સામે કેસ કરી રૂા.40.600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના 2185 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાકનની કામગીરી હાથ ધરી રૂા. 24,59,708ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 15 વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.23,200નો દંડ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન 23 વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.13,400નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

વિગતવાર જોઈએ તો જલારામ પાન એન્ડ કોલ્ડ્રીકસ, આનંદ મહલ રોડ, સરથાણા જકાતનાકા ખાતે ગોપીનાથ પાન સેન્ટર, ભુલકા ભવન સ્કુલ પાસે મહાવીર આઈસ્ક્રીમ, માતાવાડી ખાતે મધુવન પાન એન્ડ કોલ્ડ્રીકસ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે પ્રતાપભાઈ પુરોહિત સહિત પાંચ વેપારી એકમોની સાથે પેકેઝ કોમડીટીઝના નિયમ મુજબ પાણી અને ઠંડા પીણાની બોટલ પર વધુ ભાવ લેવા બાબતે પ્રોસીકયુશન કેસ કરી રૂા.10 હજારનો દંડનીય ફી વસુલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તાપીના બુહારીના જય જલારામ વે-બ્રિજ, બારડોલીના ભારત વે-બ્રીજ અને ગરીબ નવાઝ વે-બ્રીજ ધારકોને ત્યાં ઓચિંતી તપાસણી હાથ ધરીને ટેસ્ટિંગ વજન રાખેલ ન હોવાથી ત્રણેય એકમો સામે રૂા.3૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મોબાઈલ કાર્યવાહી દરમિયાન ઉધના વિસ્તારની ધરતી ફ્રુડ પ્રોડકટસ પ્રા.લિ.ને ત્યાં તપાસણી કરી પેકેટ પર છાપેલ એમ.આર.પી. પર ચેકચાક કરવા બાબતે કેસ કરી રૂા.8૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ઉધના વિસ્તારની આશાનગર ખાતે આવેલી વિધાતા ફુડ પ્રોડકટસ(મમ્મી ફરસાણ)ને પી.સી.આર. રજીસ્ટ્રેશન ન કરવા બાબતે કેસ કરી રૂા.12,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉપરાંત તોલમાપ ને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગ્રાહક સરક્ષા બાબતે મળેલી 18 ફરીયાદોમાંથી નવ ફરિયાદોને નિકાલ કરવામાં આવ્યો છે તથા તોલમાપને બે ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp