અમદાવાદમાં એક વ્યક્તિને Zomatoના બે પીઝા 60,000માં પડ્યા

PC: business-standard.com

ઘણી વાર ઓનલાઈન વસ્તુ મંગાવતા સમયે લોકોને છેતરપીંડીનો ભોગ બનવું પડે છે અને આ પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાસમાં પણ આવી ગયા છે, ત્યારે અમદાવાદમાં એક ઓનલાઈન છેતરપીડીનો કિસ્સો આવ્યો છે, તેમાં zomatoમાંથી 2 પીઝાના પૈસા રીફંડ મેળવવા માટે એક વ્યક્તિને 60,000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા zomatoમાંથી બે પીઝાનો ઓર્ડર આપ્યો હતો. પીઝા આવ્યા પછી તે વ્યક્તિને પીઝામાં કઈ ખરાબી હોવાનું જાણવા મળ્યું હતું, તેથી રેસ્ટોરન્ટની ફરિયાદ કરવા માટે તે વ્યક્તિએ zomatoના હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો પરંતુ આખી રીંગ પુરી થઇ ગઈ હોવા છતાં પણ zomatoમાંથી કોઈએ ફોન ઉચક્યો ન હતો અને થોડી વાર પછી પીઝાનો ઓર્ડર કરનારને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

ફોન કરનાર વ્યક્તિએ તેની ઓળખ zomatoમાંથી બોલતો હોવાની આપીને પીઝા મંગાવનારને રીફંડ આપવાની લાલચ આપીને એક લીંક મોકલી હતી. બે પીઝાના પૈસા મળવાની વાત સાંભળીને તે વ્યક્તિએ લીંક પર ક્લિક કરીને ડીટેઈલ્સ ભરતા વ્યક્તિના ખાતામાંથી અચાનક 5,000 રૂપિયા ઉપડી ગયા હતા. પૈસા ઉપાડી જતા ઓર્ડર કરનાર વ્યક્તિ પણ પરેશાન થઇ ગયો હતો. બીજા દિવસે ફરીથી zomatoમાંથી એક ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાની સાથે ઓર્ડર આપનાર વ્યક્તિને કહેવામાં આવ્યું હતુ કે, તમારે ડેબીટ થયેલા પૈસા પરત મેળવવા માટે મને ત્રણ વાર મારા એક મેસેજ સેન્ડ કરવાનો રહેશે અને ફરીથી ઓર્ડર આપનાર વ્યક્તિએ ત્રણ વાર મેસેજ સેન્ડ કરતા તેના ખાતામાંથી 60,000 રૂપિયા ઉપડી ગયા હતા.

છેલ્લે છેલ્લે ઓર્ડર કરનાર વ્યક્તિ પોતે છેતરાયો હોવાનો અહેઆસ થતા તેને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp