લોકડાઉનમાં Parle-G  જરૂરિયાતમંદોને વહેંચશે 3 કરોડ બિસ્કિટના પેકેટ

PC: etb2bimg.com

હાલમાં આખા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનની ઘોષણા બાદથી લોકો જરૂરિયાતનો સામાન ભેગો કરવા લાગ્યા છે. જેથી થોડા દિવસ સુધી કામ નીકળી રહે. સામાન્ય નાગરિકો તો આ કપરા સમયમાં તેમનો ગુજારો કરી રહ્યા છે. પણ તેમનું શું, જેઓ રોજના વળતર દ્વારા તેમનું પેટ ભરે છે. એવા જ લોકોની મદદ પાર્લે-જી કંપની આવી છે. જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે કંપનીએ મોટી જાહેરાત કરી છે.

સમાચાર એજન્સીની રિપોર્ટ અનુસાર, મુસીબતના સમયમાં પાર્લે-જી કંપનીએ 3 કરોડ બિસ્કિટના પેકેટના વિતરણનું એલાન કર્યું છે. જેથી આ સંકટના સમયમાં જરૂરિયાતમંદ લોકો આ બિસ્કિટ દ્વારા તેમનું પેટ ભરી શકે. કંપનીનું કહેવું છે કે, એવા ઘણાં લોકો છે જેમની આજીવિકામાં બાધા આવી છે. કંપનીનો પ્રયાસ રહેશે કે કોઈપણ વ્યક્તિ ભૂખુ રહે નહીં.

આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મેન્યૂફેક્ટરિંગ યૂનિટ 50 ટકા વર્કફોર્સની સાથે કામ કરી રહી છે. એ પણ કોશિશ છે કે માર્કેટમાં જરૂરી માત્રામાં ઉત્પાદનો મળી રહે. કંપનીના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે કહ્યું કે, અમે સરકારની સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. અમે સરકારી એજન્સીઓના માધ્યમે બિસ્કિટના 3 કરોડ પેકેટ ડોનેટ કરીશું. આવનારા 21 દિવસો સુધી દર અઠવાડિયે 1-1 કરોડ પેકેટ આપવામાં આવશે.

શાહે કહ્યું કે, લોકડાઉનને કારણે મોટાભાગના લોકો પેનિક ખરીદી કરી રહ્યા છે. લોકો માર્કેટમાં જઈ રહ્યા છે અને જે પણ ખાવાની વસ્તુ છે તેની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને બિસ્કિટ, જે આ રીતની પરિસ્થિતિમાં લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે લાંબા સમય સુધી બગડ્યા વિના ચાલી શકે છે. નાનપણથી ચાના સમયે આપણો સાથ આપનાર પાર્લે-જી પાસેથી આ રીતની જ અપેક્ષા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp